
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 એપ્રિલ 2019, સોમવાર
કરીન ાકપૂર ખાનનું 'કભી ખુશી ગમ' ફિલ્મમાં પૂજાનું પૂ...' પાત્ર લોકપ્રિય થયું હતું. હવે એવી વાત છે કે, કરણ જોહર આ પાત્રને ફરી કંડારવા માંગે છે. જોકે કરીના સાથે આ અંગે કોઇ વાતચીત થઇ નથી.
સૂત્રની વાત સાચી માનીે તો, ધર્મા પ્રોડકશન કરીનાના 'કભી ખુશી કભી ગમ'ના પૂ...ના પાત્રને ફરી જીવંત કરવા માંગે છે. જોકે આ વખતે તેની યોજના રૂપેરી પડદે નહી ંપરંતુ વેબ સીરીઝમાં આ પાત્રને જીવંત કરવાની છે. તેમજ આ પાત્રને કરીના જ ભજવે તેવી કરણની ઇચ્છા છે. જોકે કરીના વેબ સીરીઝમાં કામ કરવા રાજી થશે કે નહીં તે અંગે હજી દ્ધિધા છે. અભિનેત્રી સાથે આ બાબતે કોઇ વાતચીત થઇ નથી.
જોકે મેકર્સને આશા છે કે, જે રીતે સૈફ અલી ખાન અને અક્ષય કુમારે વેબ સીરીઝમાં કામ કરવાનો રસ દાખવ્યો છે, તે રીતે કરીના પણ ઉત્સાહિત થશે. આમ પણ કરીનાએ રેડિયો પર પણ ડેબ્યુ કર્યું છે, તેથી તે હવે નવા ક્ષેત્રમાં ઝંપલાવશે તેવી મેકર્સને આશા છે, તેમ ટ્રેડ નિષ્ણાંતોએ કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gp3eJV
via Latest Gujarati News
0 Comments