વિક્કી કૌશલ સાથેના બ્રેક્અપથી હરલીન શેટ્ટી ડિપ્રેશનમાં હોવાની ચર્ચા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.  15 એપ્રિલ 2019, સોમવાર

'ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક' ની સફળતા બાદ વિક્કી કૌશલ પોતાની પ્રોફેશનલ લાઇફમાં વધુ વ્યસ્ત થઇ ગયો છે. હાલ તેની પાસે એકથી એક ચડિયાતી ફિલ્મો છે. પોતાની વ્યવસાયિક જીવનમાં વિકી હવે થોડી સ્પેસ ઇચ્છે છે, તેથી જ તેણે તેની ગર્લફ્રેન્ડ હરલીન શેટ્ટી સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પરિણામે હરલિન ડિપ્રેશનમાં સરી પડી હોવાની ચર્ચા છે. વિક્કીએ પોતાને સિંગલ હોવાનું જાહેર કરી દીધું છે. 

મીડિયા રિપોર્ટસના પ્રમાણે, વિક્કી અને હરલીન વચ્ચે હવે પહેલા જેવા સંબંધ રહ્યા નથી. કહેવાય છે કે, વિક્કી પોતાની સફળતા બાદ હવે ટોચની અભિનેત્રીઓ સાથે જ સંબંધ રાખવા ઇચ્છે છે. તેનું નામ હાલ કેટરિના કૈફ અને ભૂમિ પેડણેકર સાથે જોડાયું છે. વિક્કી અભિનયની સાથેસાથે પોતાના સંબંધોને કારણે પણ હવે લાઇમલાઇટમાં આવવાના પ્રયાસ કરી રહ્યો છે.

વિક્કી અને હરલીન એકબીજાને મળ્યા હતા અને છુટા પડવાનો નિર્ણય લીધો હતો. વિક્કીએ હરલીનને કહ્યું હતું કે, રાજકુમાર રાવે પણ તેને નકારાત્મકથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમજ લોકોની વાતોને ધ્યાનમાં ન લેવાનું કહ્યું છે. પરંતુ લાગે છે કે, હરલીન હજી તેને ભુલાવી શકી નથી. હરલીનના નજીકના લોકોને લાગે છે કે, તે જલદી જ આ માનસિક તાણમાંથી બહાર આવી જશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJRmuY
via Latest Gujarati News

Post a Comment

0 Comments