
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 એપ્રિલ 2019, સોમવાર
ભૂમિ પેડણેકરે 'દમ લગાકર હઇશા' દ્વારા બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.આ ફિલ્મના તેના અભિનય બદલ ભૂમિને 'બેસ્ટ ફીમેલ ડેબ્યુ એકટરનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર બાદ ભૂમિએ 'સોનચિડિયા' ફિલ્મમાં મહિલા ડાકુનો રોલ અદા કર્યો હતો. ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ સફળતા નહોતી મળી, પરંતુ ભૂમિના અભિનયની નોંધ લેવાઇ હતી. હવે ભૂમિની ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે, જે બેક ટુ બેક રીલિઝ થવાની છે.
ભૂમિની આગામી ફિલ્મોમાં 'ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે, સાંઢ કી આંખ, હોરર ફિલ્મ, પતિ,પત્ની ઔર વો, બાલા અને તખ્તનો સમાવેશ છે. આ ફિલ્મોમાં તેને બોલીવૂડના માંધાતાઓ સાથે કામ કરવાની તક મળી રહી છે. એક ફિલ્મમાં તે તાપસી પન્નુ સાથે કામ કરતી જોવા મળશે. જ્યારે અન્ય એક ફિલ્મ કરણ જોહરની મલ્ટીસ્ટાર ફિલ્મ છે.તો વળી આયુષ્યમાન ખુરાના સાથે ત્રીજી વખત સાથે કામ કરશે. અન્ય એક ફિલ્મમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે હશે.
ભૂમિ એક હોરર ફિલ્મમાં પણ કામ કરવાની તક ઝડપી છે, જેમાં તેની સાથે તાપસી કામ કરી રહી છે. ભૂમિએ પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડના માંધાાતા તેમજ દર્શકોને આકર્ષયા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgqIiZ
via Latest Gujarati News
0 Comments