મોદી સરકારી મશીનરી અને સંસ્થાઓનો ઉપયોગ કરી વિરોધીઓને ડરાવે છે: મમતા


(પીટીઆઇ) જલપાઇગુડી, તા.7 એપ્રિલ, 2019, રવિવાર

તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન મોદી પર સરકારી મશીનરી અને સંસ્થાઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષોને ડરાવવાનો આક્ષેપ કર્યો હતો.

ચૂંટણી પંચ દ્વારા આંઘ્ર પ્રદેશના મુખ્ય સચિવને ખસેડવા અંગે પણ તેમણે સવાલ કર્યો હતો. તેમણે મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જો તેમને છેલ્લી ઘડીએ પરિવર્તન કરવાનો શોખ હોય તો શા માટે  કેબિનેટ સચિવને અથવા કેન્દ્રના ગૃહ સચિવને દૂર કરતાં નથી?

'શા માટે કેન્દ્ર રાજ્ય સરકારની બાબતમાં માથું મારે છે? શા માટે આંઘ્રના મુખ્ય સચિવને દૂર કરવામાં આવ્યા હતા?'એમ એક રેલી દરમિયાન  ચૂંટણી પંચ પર સરકારના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ કરતા મમતાએ કહ્યું હતું. 'તમે શા માટે તમારા કેબિનેટ સચિવને બદતા નથી?'

તેમણે દાવો કર્યો હતો કે મેં અનેક વડા પ્રધાનો સાથે કામ કર્યું છે, પરંતુ મોદી જેટલા બદલાખોર  કોઇ જ નહતા.ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આંઘ્ર પ્રદેશના મુખ્ય સચિવને ખસેડીને તેમની જગ્યાએ અન્ય સચિવને નિયુક્ત કર્યો હતો.

'તમે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના પરિવાર પર, કર્ણાટકના મુખ્ય પ્રધાન પર  અને આંઘ્રના મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પણ દરોડા પાડયા હતા'એમ મોદીને ઉદ્દેશીને મમતાએ કહ્યું હતું.

તેમણે મોદી સરકાર પર  દરોડા પાડવા આવક વેરા વિભાગ અને સીબીઆઇનો ઉપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.પશ્ચિમ બંગાળમાંથી ચાર આઇપીએસ અધિકારીઓને દૂર કરવાના ચૂંટણી પંચના પગલા પર પ્રતિભાવ આપતા મમતાએ એક પત્ર લખી આની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjlAgT
via Latest Gujarati News

Post a Comment

0 Comments