
જેમ કબુતરોના ટોળાની વચ્ચે બિલાડી આવીને બેસી જાય એવી દશા ૫૪ પેજના ડોક્યુમેન્ટને જોઇને ભાજપની થઇ છે. આપણે ૫૬ ઇંચની વાત નથી કરવી પણ ૨૦૧૯નો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો (સીઇએમ) જોઇને ભાજપને મૂર્છા આવી ગઇ હોય એમ લાગે છે.
પોતે શું કરવા માંગે છે તે ઢંઢેરો બતાવે છે. બીજી એપ્રિલે જ્યારે કોંગ્રેસનો ઢંઢેરો બહાર પડયો ત્યારે તરતજ તે હેડલાઇન્સ ન્યૂઝ તરીકે ચમકવા લાગ્યો હતો. દિવસના અંત સુધીમાં અને બીજી એપ્રિલ સુધીમાં તો તેણે સમાચારોના અનેક શિખરો સર કરી લીધા હતા. પાંચમી એપ્રિલ સુધીમાંતો ઢંઢેરાની વિગતો દરેક ગામોમાં અને ટાઉન લેવલે પહેંચી ગઇ હતી. મને લાગે છે કે ટીવી મારફતે ઢંઢેરાની વિગતો દેશ ભરમાં પહોંચી હતી. ઢંઢેરામાં આપેલો મેસેજ એટલો સ્પષ્ટ છે કે દરેક તેનો પ્રસાર કરે.
કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં એવું તે શું છે કે તે ટૂંકા સમયગાળામાંજ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.? જવાબ એટલોજ છે કે આ ઢંઢેરો એ પ્રજાનો અવાજ છે. હું વિશ્વાસ સાથે કહું છું કે દેશભરના ૧૭૪ લોકો સાથે ક્યાંતો લેખિતમાં કે રુબરુમાં થયેલી ચર્ચા અનુસારનો છે. ડ્રાફ્ટ લખનાર વ્યક્તિએ મદ્દાઓને સરળ ભાષામાં લખ્યા છે.
મૂંઝાયેલું ભાજપ..
સામાન્ય રીતે એવુ હોય છે કે સત્તાધારી પક્ષના ઢંઢેરાની ટીકા વિપક્ષો કરતા હોય છે પરંતુ અહીં તો વિપક્ષના ઢંઢેરાની ટીકા સત્તાધારી પક્ષ કરી રહ્યો છે. આવું પહેલુ ંવાર થયું છે કે વિપક્ષના ઢંઢેરાનો જોરદાર વિરોધ વિપક્ષ કરી રહ્યો છે.
સત્તાધારી પક્ષ જે રીતે ધૂંઆધાર વિરોધ કરે છે તેના કારણે ધણા પ્રશ્નો ઉભા થાય છે. શા માટે ભાજપ કોંગ્રેસના ઢંઢેરાથી અકળાય છે? ભાજપ શા માટે અકળાય છે તેના કેટલાક મુદ્દા અહીં રજુ કર્યા છે.
પ્રથમ મુદ્દો બેરોજગારીનો છે જે ૬.૧ ટકા સાથે ૪૫ વર્ષમાં સૌેથી વધુ છે. આ સમસ્યાનું કોઇ તાત્કાલીક સોલ્યુશન નથી પણ સોલ્યુશન શોધવાનો પણ કોઇ પ્રયાસ નથી કરાયો. મોદીએ દર વર્ષે બે કરોડ જોબ ઉભી કરવાનું વચન આપ્યું હતું. આ પ્રશ્નનો જવાબ ભાજપને ઘૂ્રજાવી રહ્યો છે.
જોબ ઉભા કરવાના બદલેે નોટબંધી અને જીએસટીના ઉતાવળા અમલના કારણે જોબની સંખ્યા ધટાડી છે. એનએસએસઓ ના રીપોર્ટ પ્રમાણે ૪ કરોડ ૭૦ લાખ જોબ ધટી છે. સીઈએમએ જોેબ ઉભી કરવા માટેના સૂચનો આપ્યા હતા.જેમાં સરકારી ખાતાઓમાં ખાલી એવી ૨૪ લાખ જગ્યા ભરવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત સીઇએમએ કૃષિ ક્ષેત્ર માટે મહત્વના સૂચનો કર્યા હતા. કિસાનોની લોન માફ કરવા માટેના આઇડયા સાથે ભાજપ સંમત નથી પણ સીઇએમનું (કોંગ્રેસના ઢંઢેરો)એવું સૂચન હતું કે કૃષિક્ષેત્રે જે બાકી લોન હોય તેને માફ કરવી.
મુદ્દો એવો રજુ કરાયો છે કે દેવાળીયા કંપનીઓના ૮૪,૫૮૫ કરોડ બાદ થઇ શકે તો કૃષિલોન માફ કેમ ના થઇ શકે? કોંગ્રેસના ઢંઢેરામા કિસાનોને આકર્ષતી બીજી વાત એ છે કે કિસાનો માટે અલગ બજેટ હશે અને કિસાનોની બાકી લોન અંગે કોઇ કાયદાકીય પગલાં નહીં લેવાય. કિસાનો માટે એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ એક્ટની જગ્યાએ એસેન્સીયલ કોમોડીટી એક્ટ આવશે તેમજ દેશના દરેક જીલ્લામાં એગ્રીકલ્ચર અને વેટરનરી કોલેજ ઉભી કરવામાં આવશે.
હિંમત બતાવી છે..
કેટલાક સંવેદનશીલ મુદ્દાના ઉલ્લેખ કરવાની કોંગ્રેસે હિંમત બતાવી છે. મહિલાઓ માટે અનામતનું બીલ પાસ કરવાનું વચન આપ્યું છે. સરકારમાં એક તૃતીયાંશ બેઠકો પર મહીલાઓ હશે.ઉચ્ચ શિક્ષણ આપતી ખાનગી કોલોજોમાં પણ અનામતનો અમલ થશે.
સિનીયર સિટીઝન અને એલજીબીટીક્યૂઆઇએ કેેામ્યુનિટી માટે પણ સલામતીના વચનો આપ્યા છે. ભાજપ જે નિતીઓમાં નિષ્ફળ ગયુ છે તે મુદ્દા જેવાકે નેશનલ સિક્યોરીટી, ઇન્ટરનલ સિક્યોરીટી,વિદેશ નિતી મુદ્દે બદલાવ લવાશે. જ્યારે જેટલીએ પ્રશ્નો ઉભા કર્યા ત્યારે કોંગ્રેસે તેમને કડક જવાબો આપ્યા હતા.
શા માટે સરહદે ઘૂસણખોરી વધી અને શા માટે જમ્મુ કાશમીરમાં શહીદોની સંખ્યા વધી રહી છે? ંમેધાલયમાંથી ૨૦૧૫માં અને પહેલી એપ્રિલે અરુણાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાંથી શા માટે એએફએસપીએ પાછો ખેચાયો હતો ? એમ લાગે છે કે કોંગ્રેસે તેને લડાયક મૂડ પાછો મેળવ્યો છે . શું લોકો પર થતા અત્યાચાર અને જાતીય હુમલાઓને ભાજપ ટેકો આપે છે? આવા મુદે ચર્ચાને હું આવકારું છું પણ વડાપ્રધાનની સ્પીચ વધુને વધુ તેજાબી બનતી જાય છે.
વિચારોનું યુધ્ધ જોઇએ..
ભાજપે હજુ સુધી પોતાનો ઢંઢેરો બહાર નથી પાડયો. પહેલા તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે છે. એટલેકે રવિવારના ચાર દિવસ પછી. મને લાગે છે કે કોંગ્રેસના ઢંઢેરાનો જવાબ આપતેા ઢંઢેરો ભાજપ તૈયાર કરી રહ્યું છે. આ સારી વાત છે. ભાજપ હાયપર નેશનાલીઝમની વાત કરશે અને કોંગ્રેસના આઇડયાનો વિરોધ કરશે.
ભાજપ કોંગ્રેસના આઇડયાનો વિરોધ કરશે. ભાજપ આક્ષેપો કરવાના બદલે પ્રચારમાં ધ્યાન પરોવે તે જરુરી છે.
વધુ તબક્કાવાળા મતદાન સાથે હું સંમત નથી પણ ઉશ્કેરાટવાળા વાતાવરણમાં આમ કર્યા સિવાયનો બીજો કોઇ વિકલ્પ પણ નથી. ચૂંટણીના તબક્કા દરમ્યાન સમાચાર માધ્યમો તટસ્થ રીપોર્ટીગ કરે અને ચૂંટણી પંચ કોઇ ભેદભાવ વગર કાયદાનો અમલ કરાવે તે જરુરી છે...
બાકી તો હવે બાજી ભારતના લોકોના હાથમાં છે...
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYy1A4
via Latest Gujarati News
0 Comments