નરેન્દ્ર મોદીની ફિલ્મ અંગેની સુનાવણી આઠમી એપ્રિલે થશે

નવી દિલ્હી તા.4 એપ્રિલ 2019 ગુરૂવાર 

દેશની સર્વોચ્ચ અદાલતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મના મુદ્દે થયેલી અરજીની સુનાવણી આઠમી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ સંસદીય ચૂંટણીના દિવસોમાં ભાજપ તરફી પ્રચાર માટે બની રહી છે એવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરાઇ હતી.

કોંગ્રેસ તરફથી પક્ષના સિનિયર નેતા અને પ્રખર ધારાશાસ્ત્રી મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે સંસદીય ચૂંટણી તોળાઇ રહી છે અને સમય ઝડપભેર પસાર થઇ રહ્યો છે એ ધ્યાનમાં લેતાં સુનાવણી વહેલી કરો. સુપ્રીમ કોર્ટે આ વિનંતી સ્વીકારીને સંબંધિત કેસની સુનાવણી આઠમી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. મેરી કોમ અને સરબજિત જેવી હિટ બાયો ફિલ્મો બનાવનારા ઉમંગ કુમાર આ ફિલ્મના ડાયરેક્ટર છે.

અગાઉ એવી જાહેરાત કરાઇ હતી કે સંસદીય ચૂંટણીની આસપાસના દિવસોમાં આ ફિલ્મ રજૂ થશે. એની સામે વિપક્ષોએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં ચૂંટણી પંચે ફિલ્મ સર્જકોને નોટિસ મોકલી હતી અ્ને આ ફિલ્મની રિલિઝ ડેટ બદલવાની સૂચના આપી હતી. એ સૂચનાનેા અમલ કરતાં ઉમંગ કુમારે રિલિઝ ડેટ બદલવાની જાહેરાત કરી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UtFrjD
via Latest Gujarati News

Post a Comment

0 Comments