મેસી રેકોર્ડ 415માં ગોલ સાથે રોનાલ્ડો કરતાં આગળ

બાર્સેલોના, તા.૨

સ્પેનિશ ફૂટબોલ લીગમાં બાર્સેલોના અને વિલારેલ વચ્ચેનો ભારે રોમાંચક મુકાબલો ૪-૪થી ડ્રોમાં પરીણમ્યો હતો. આ મેચમાં મેસીએ આખરી તબક્કામાં ફ્રી કીક પર ગોલ ફટકારતાં રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું હતુ. આ સાથે મેસીએ યુરોપની ટોચની પાંચ લીગમાં કુલ મળીને સૌથી વધુ ગોલ ફટકારવામાં યુવેન્ટસના ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પાછળ રાખી દીધો હતો. મેસીએ રેકોર્ડ ૪૧૫મો ગોલ ફટકારતાં રોનાલ્ડો (૪૧૪ ગોલ)ને પાછળ રાખ્યો હતો, જે હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. 

મેસીએ ૪૪૬ મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે રોનાલ્ડોએ ૫૧૪ મેચોમાં ૪૧૪ ગોલ નોંધાવ્યા હતા. હાઈવોલ્ટેજ મુકાબલામાં કોઉટિન્હો અને માલ્કમના ગોલને સહારે ૧૬ જ મિનિટમાં બાર્સેલોનાએ ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે ત્યાર બાદ વિલારેલે કમબેક કર્યું હતુ. સેમ્યુઅલ ચુકવેઝે, કાર્લ ટોકો એકામ્બી, વિન્સેન્ટ ઈબોરા અને કાર્લોસ બાક્કાના ગોલને સહારે વિલારેલે ૪-૨થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. બાર્સેલોનાની હાર નક્કી લાગતી હતી, ત્યારે જ ૯૦મી મિનિટે મેસીએ પેનલ્ટી કીકને ગોલમાં ફેરવતા બાજી પલ્ટી હતી. આ પછી ઈન્જરી ટાઈમમાં ૯૩મી મિનિટે સુઆરેઝે ગોલ ફટકારતાં મેચને ૪-૪થી ડ્રોમાં ખેંચી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Usw187
via Latest Gujarati News

Post a Comment

0 Comments