આપણે બધા જાણીએ છીએ કે ઓરેન્જ વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે જ તરત એનર્જી આપનારું હોવાથી રોજે બ્રેકફાસ્ટમાં કે જિમ પતાવીને તેનો જ્યૂસ પીવો જોઈએ.
તમારામાંથી ઘણાં અવારનવાર આ જ્યૂસ પીતાં પણ હશે, પરંતુ શું તમે જાણો છો કે પૌષ્ટિક ઓરેન્જ જ્યૂસ પીવાથી સ્ટ્રોકનું જોખમ પણ ઘટે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા સ્ટડીમાં કહેવાયું છે કે જે લોકો રોજે ઓરેન્જ જ્યૂસ પીતાં હોય તેમને બીજા લોકોની સરખામણીએ સ્ટ્રોકનું જોખમ 24 ટકા જેટલું ઘટી જાય છે. આ અભ્યાસમાટે ટીમે આશરે 20થી 70 વર્ષની ઉંમરના 35,000 સ્ત્રી-પુરુષો પર અભ્યાસ કર્યો હતો.
આમ તો તાજા ફળોના રસને બહુ હેલ્ધી માનવામાં આવે છે પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં જ્યૂસમાં રહેલી ખાંડની વધારે માત્રાને લીધે લોકોને સચેત પણ કરવામાં આવ્યાં હતા.
નેધરલેન્ડ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર પબ્લિક હેલ્થના શોધકર્તાઓ જણાવ્યું કે માત્ર ઓરેન્જ જ્યૂસ જ નહી બીજા જ્યૂસ પણ બહુ ફાયદાકારક હોય છે. જો કે સંશોધકોની ટીમે એવું પણ કહ્યું કે લોકોએ હંમેશા તાજા ફળોનો જ્યૂસ જ પીવો જોઈએ.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2URRSGi
via Latest Gujarati News
0 Comments