ચૂંટણી લડવા માટે ૭૫ વર્ષની ઉંમરના નિયમથી ભાજપના પોતાના નેતાઓ નારાજ


ભાજપના નામાંકિત અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાંતાકુમારે ચૂંટણી લડવા મહત્તમ ૭૫ વર્ષ રાખવાના પક્ષના નિર્ણય સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. ભાજપના ૩૯મા સ્થાપના દિવસે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાંતાકુમારે જણાવ્યું હતું કે મારા મત મુજબ ઉંમરને ધ્યાનમાં લઇ શકાય પણ ચૂંટણી લડવા માટેના એક માત્ર માપદંડ તરીકે તેનો સ્વીકાર કરવો યોગ્ય નથી. 

શાંતાકુમાર પક્ષના સ્થાપક સભ્યો પૈકીના એક છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમની પણ અવગણના કરી છે. એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, સ્મૃતિ મહાજન સહિતના ભાજપ નેતાઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નથી. 

જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો પક્ષ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તો તે સર્વને માન્ય હોવો જોઇએ. શત્રુધ્ન સિંહાએ ભાજપ છોડી કોંગ્રેસમાં દાખલ થવા અંગે શાંતાકુમારે જણાવ્યું હતું કે મારા માટે આ એક દુખદ ઘટના છે. 

શાંતાકુમારે વધુમાં જણાવ્યું હતું કે મેં શત્રુધ્નને સમજાવવાના પ્રયત્નો કર્યા પણ તે માન્યા ન હતાં. પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાંતાકુમારે બાબા રામદેવના મૌન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં રામદેવે ભાજપને ખુલ્લો ટેકો આપ્યો હતો. શાંતાકુમારે જણાવ્યું હતું કે સ્વદેશી એક લોક ચળવળ બનાવનાર રામદેવ સાચા અર્થમાં સ્વામી છે. જો કે તેમની શાંતિ મારા માટે ચિંતાજનક છે. મને ખબર નથી કે તે શા માટે નારાજ છે. 

નામાંકિત નેતા પંડિત સુખરામ પર વ્યકિતગત લાભો લેવાનો આરોપ મૂક્તા શાંતાકુમારે જણાવ્યું હતું કે મને ખબર નથી કે તે આ પ્રવૃત્તિ શરમ અનુભવે છે કે નહીં. 

એક અસમાન્ય ઘટનામાં શાંતાકુમારે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વિરભદ્ર સિંહની પ્રશંસા કરી હતી.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2CWkJin
via Latest Gujarati News

Post a Comment

0 Comments