બારામુલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ ઘરમાં ઘૂસી સેનાના જવાનની હત્યા કરી


(પીટીઆઇ) શ્રીનગર, તા. ૬

 જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓ સેનાના જવાનમાં ઘરમાં ઘૂસી ગયા હતાં અને જવાનની હત્યા કરી હતી. 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આતંકવાદીઓ સેનાના જવાન મોહંમદ રફી યાટુના ઘરમાં ઘૂસી ગયા હતાં અને ગોળી મારી તેની હત્યા કરી હતી.  જવાનને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પણ સારવાર દરમિયાન જ તેનું મોેત થયું હતું. 

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતાં. શોપિયાંમાં જ્યારે સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે આતંકીઓેએ ગોળીબાર શરૃ કરતા બંને વચ્ચે અથડામણ શરૃ થઇ હતી. 

મૃત્યુ પામેલા આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં દારૃ ગોળોે જપ્ત કરવામાં આવ્યો છે. મૃતક આતંકીઓમાં એક એમટેકનો વિદ્યાર્થી રાહિલ રાશિદ શેખ પણ છે. તેણે તાજેતરમાં આતંકી સંગઠનમાં જોડાયો હતો. 

બીજા આતંકીની ઓળખ બિલાલ અહેમદ તરીકે કરવામાં આવી છે. બંને આતંકીઓ હિજબુલ મુજાહિદીન સાથે સંકળાયેલા હતાં.

આ દરમિયાન પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કરવાનું ચાલુ રાખ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌૈરી જિલ્લામાં અંકુશ રેખા પાસે પાકિસ્તાની સેનાના ગોળીબારમાં એક દંપતિને ઇજા થઇ હતી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર નોવશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં કોઇ પણ કારણ વગર પાકિસ્તાની સેનાએ કરેલા ગોળીબારમાં ૩૨ વર્ષીય સંજીવકુમાર અને ૨૮ વર્ષીય રિટા કુમારીને તેમના ઘરમાં જ ગોળી વાગી હતી.                             



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vr6GZH
via Latest Gujarati News

Post a Comment

0 Comments