(પીટીઆઇ) કોલકાતા, તા. ૬
શારદા ચીટ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમાર ક્સ્ટોડિયલ પૂછપરછની માગ કરી છે. આ અંગે સીબીઆઇએ આજે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
સીબીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર ચિટફંડ કૌભાંડની વધુ વિગતો બહાર લાવવા માટે રાજીવકુમારની ધરપકડ કરવી જરૃરી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અરજી પર ફેબુ્રઆરીમાં સીબીઆઇને રાજીવકુમારની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. જો કે સુપ્રીમે સ્પષ્ટ જણાવ્યું હતું કે સીબીઆઇ પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ કે બળજબરી કરી શકશે નહીં.
હવે સીબીઆઇ ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટ ધરપકડ અને બળજબરી ન કરવાની શરત દૂર કરે. સીબીઆઇએ સુપ્રીમને જણાવ્યું છે કે રાજીવકુમારની ધરપકડ કરવામાં આવશે તો જ આ કેસની હકીકતો બહાર આવી શકશે
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2CWkKmr
via Latest Gujarati News
0 Comments