નવી દિલ્હી, તા. 10 એપ્રિલ 2019 બુધવાર
મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડાથી રાજકારણમાં ખળભળાટી મચી ગઈ છે. હવે આ વિશે ચૂંટણી પંચે પણ કડકાઈ વર્તાવી છે. ચૂંટણી આયોગે IT એજન્સીઓને કહ્યુ કે કોઈ પણ રેડ કરતા પહેલા ચૂંટણી પંચને પણ જણાવવુ.
ચૂંટણી પંચના સૂત્રો અનુસાર મધ્ય પ્રદેશમાં જે દરોડા આયકર વિભાગે કર્યા હતા. તે વિશે ECને જાણકારી નહોતી. ના માત્ર કેન્દ્રીય પંચ પરંતુ પ્રદેશના ચૂંટણી અધિકારીને પણ આ વિશે કોઈ પ્રકારની માહિતી આપવામાં આવી નહોતી.
ચૂંટણી પંચે તપાસ એજન્સીઓને કહ્યુ કે ચૂંટણી હોવાથી આચાર સંહિતા લાગુ છે એવામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત કોઈ પણ રેડ કે કાર્યવાહીની જાણકારી તેઓ ચૂંટણી પંચ અથવા રાજ્યના ચૂંટણી અધિકારીને કરે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uTXt0l
via Latest Gujarati News
0 Comments