બજરંગ પુનિયાએ આખરે ૬૦ સેકન્ડમાં બાજી પલ્ટી ગોલ્ડ જીત્યો


ક્ષિ'એન (ચીન), તા.૨૩

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ આખરી ૬૦ સેકન્ડમાં જબરજસ્ત દેખાવ કરતાં હારની બાજીને જીતમાં પલ્ટી નાંખતાં એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બજરંગે ફાઈનલમાં કઝાખસ્તાનના સાયાત્બાક ને ૬૫ કિગ્રા વજન વર્ગની ખરાખરીની ફાઈનલમાં પરાજય આપ્યો હતો.

હાઈવોલ્ટેજ મુકાબલામાં આખરી ૬૦ સેકેન્ડ બાકી હતી, ત્યારે બજરંગ ૨-૭થી પાછળ હતો. જોકે આખરી પળોમાં તેને હરિફને ધોબી પછાડ આપતાં ૧૦ પોઈન્ટ જીતી લીધા હતા અને આખરે ભારતીય કુસ્તીબાજે ૧૨-૭થી વિજય હાંસલ કર્યો હતો. કઝાખ કુસ્તીબાજ થાકેલો જોવા મળ્યો હતો. જ્યારે બજરંગે જબરજસ્ત દેખાવ કરતાં સુવર્ણ સફળતા હાંસલ કરી લીધી હતી. 

બજરંગનો એશિયન કુસ્તીમાં બીજો ગોલ્ડ મેડલ છે. તે વર્ષ ૨૦૧૭ની એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં પણ સુવર્ણ જીત્યો હતો. આ ચેમ્પિયનશીપમાં ભારતનો આ પાંચમો મેડલ હતો. આ જીતની સાથે બજરંગે ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટે દાવેદારી નોંધાવી દીધી છે. ફાઈનલ અગાઉ બજરંગે એકમાત્ર પોઈન્ટ ગુમાવ્યો હતો. 

ભારતના પ્રવિણ રાણાએ જબરજસ્ત દેખાવ કરતાં કઝાખસ્તાનના ઉસ્સેરબાયેવ સામે ૩-૨થી જીત હાંસલ કરી હતી. હવે ફાઈનલમાં તેનો મુકાબલો બહમાન મોહમ્મદ તેયમોરી સામે થશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gyl5Nv
via Latest Gujarati News

Post a Comment

0 Comments