નરેશ ગોયલે હિસ્સો ખરીદવા પીએનબી પાસે જેટ એરવેઝના ૨.૯૫ કરોડ શેર ગીરવી રાખ્યા
એસબીઆઇ કેપિટલે બોલી જમા કરાવવાની અંતિમ તારીખ ૧૦ એપ્રિલથી વધારી ૧૨ એપ્રિલ કરી
નવી દિલ્હી, તા.11 એપ્રિલ, 2019, ગુરૂવાર
જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવા માટે તેના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલ પણ બોલી લગાવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાર કંપનીઓેએ બોલી લગાવી છે. જેમાં પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ટેક્સાસ પેસિફિક ગુ્રપ ટીપીજી, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ એનઆઇઆઇએફ, ઇન્ડિગો પાર્ટનર્સ અમે રેડક્લિપ કેપિટલે જેટ એરવેઝમાં બોલી લગાવવામાં રસ દાખવ્યો છે.
બેંકોને આશા છે કે કેનેડા એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સ પણ બોલીમાં રસ દાખવશે. એતિહાદ એરલાઇન્સ પણ બોલીમાં સામેલ થવા માગે છે.
જેટ એરવેઝમાં હિસ્સેદારી ખરીદવા માટે એસબીઆઇ કેપિટલે બોલી જમા કરાવવાની અંતિમ તારીખ ૧૦ એપ્રિલથી વધારી ૧૨ એપ્રિલ કરી છે.
જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પંજાબ નેશનલ બેંક પાસેથી લોન લેવા માટે જેટ એરવેઝમાં પોતાની ૨૬ ટકા હિસ્સેદારીને ગીરવી રાખી છે. શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર ગોયલે જેટ એરવેઝના ૨.૯૫ કરોડ શેર પંજાબ નેશનલ બેંક પાસે ગીરવી રાખ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ નેશનલ બેંક પાસેથી મળેલી લોનનો ઉપયોગ નરેશ ગોયલ જેટ એરવેઝમાં વધુ હિસ્સો ખરીદવા માટે કરી શકે છે.
બીજી તરફ જેટ એરવેઝની ફલાઇટની સંખ્યા ઘટીને ૧૪ થઇ જતાં એરલાઇન્સ આંતરરાષ્ટ્રીય ફલાઇટની મંજૂરી ગુમાવે તેવી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય ફલાઇટ માટે એરલાઇન્સ માટે ઓછામાં ઓછા ૨૦ વિમાનો હોવા જરૃરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D95pz7
via Latest Gujarati News
0 Comments