આજકાલ અંદામાન નિકોબાર ફરીવાર સમાચારોમાં છે કારણ કે ત્યાંના પ્રતિબંધિત જંગલોમાં પહોંચેલા એક અમેરિકન ટૂરિસ્ટ જૉન એલન ચાઉની ત્યાંના આદિવાસીઓએ તીર મારીને હત્યા કરી નાંખી.
આ ઘટના અંદામાનની રાજધાની પોર્ટ બ્લેયરથી 50 કિમી દૂર આવેલા પ્રતિબંધિત નોર્થ સેન્ટિનલ ટાપુ પર થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ ટાપુ પર રહેતા લોકો સાથે કોઈપણ રીતે સંબંધ બાંધવાની કે એવા પ્રયત્નો કરવાની સખત મનાઈ છે. દુનિયાથી સાવ અલગ રહેતા આ લોકો વિશે વાંચો આગળ...
નોર્થ સેન્ટિનલ ટાપુ પર રહેતાં સેન્ટિનલી આદિવાસી એશિયાના એવા લોકો છે. જેમાના સુધી બીજું કોઈ પહોંચ્યું નથી. આ લોકો છેલ્લાં 60 હજાર વર્ષોથી અહીં રહે છે.
- કહેવાય છે બાહરની દુનિયાના સંપર્કમાં આવ્યાં વિના પોતાની જ દુનિયા સેન્ટિનલ ટાપુ પર રહેતા આદિવાસીઓની સંખ્યા 100 કરતા પણ ઓછી છે.
- જો કે 2011માં સેન્સસ મુજબ આ ટાપુ પર માત્ર 10 ઘર છે અને અહીં માત્ર 15 જ લોકો રહે છે જેમાં 12 પુરુષ અને 3 મહિલાઓ છે.
-આ ટાપુના લોકો સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવો ગેરકાયદેસર છે. તેમજ અહીં રહેતા લોકો પર કેસ ચલાવી શકાતો નથી.
- આમ તો આ ટાપુ પર જવું એ ગેરકાયદેસર છે પરંતુ આ વર્ષે ઑગસ્ટમાં સરકારે નોર્થ સેન્ટિનલ ટાપુને એ 29 ટાપુની યાદીમાંથી કાઢી નાંખ્યો હતો જ્યાં વિદેશીઓએ અગાઉથી લીધેલી પરમિશન વિના જવાની મનાઈ હોય.
- 2004માં આવેલા સુનામી વખતે સરકારે સેન્ટિનલી આદિવાસીઓને મદદ કરવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હોલિકૉપ્ટર સેન્ટિનલ ટાપુ પર મોકલ્યાં હતા. પરંતુ આદિવાસીઓ મદદ લેવાને બદલે હોલિકોપ્ટર પર તીર ચલાવવા લાગ્યાં હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G7cxNa
via Latest Gujarati News
0 Comments