નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીના ફતેપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને આડે હાથે લીધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, દેશભક્તિની મોટી મોટી વાતો કરનાર ભાજપના નેતાઓ જો સાચા દેશભક્ત હોત તો પ્રિયંકા ગાંધી અને રાજીવ ગાંધી સહિત દેશના તમામ શહીદોનુ ધર્મ જોયા વગર સન્માન કરતા હોત.
પ્રિયંકાએ કહ્યુ હતુ કે, જો ભાજપના નેતાઓ સાચા અર્થમાં દેશભક્ત હોત તો દિલ્હી સુધી ફરિયાદ લઈને આવનારા ખેડૂતો માટેના દરવાજા બંધ ના કર્યા હોત.નોકરીઓ આપવાના વાયદા પણ પૂરા કર્યા હોત.લોકસભાની હાલની ચૂંટણી દેશનુ ભવિષ્ય નક્કી કરવાની છે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે, દરેક ચૂંટણીમાં ભાજપ દેશભક્તિનો મુદ્દો ઉઠાવે છે પણ વિકાસ શું કર્યો તેની વાત નથી કરતી.ભાજપના લોકોએ નોટબંધીના નામે લાખો લોકોને બેન્કોની બહાર લાઈનમાં ઉભા રાખીને તેને દેશભક્તિનુ કામ ગણાવ્યુ છે.શું તેનાથી કાળુ નાણુ પાછુ આવ્યુ ખરુ?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U2BMVQ
via Latest Gujarati News
0 Comments