
લોસ એંજલ્સ તા.16 એપ્રિલ 2019, મંગળવાર
એવેન્જર્સ એન્ડગેમના ડાયરેક્ટર ભાઇઓ જો અને એન્થની રુસો હવે ટોમ હોલાંડ સાથે એેક નાનકડી ફિલ્મ બનાવશે ેએવા અહેવાલ પ્રગટ થયા હતા.
અત્યાર પહેલાં આ બંનેએ ટોમ હોલાન્ડ સાથે કેપ્ટન અમેરિકાઃ સિવિલ વૉર, એવેન્જર્સઃ ઇન્ફિનિટી વૉર અને એવેન્જર્સ ઃ એન્ડગેમ ફિલ્મો કરી હતી. ટોમ હોલાન્ડ સ્પાઇડર મેનના રોલથી જગવિખ્યાત છે.
રુસોએ આ ફિલ્મ વિશે બોલતાં કહ્યંુ કે આ ફિલ્મની કથા એક વૉર વેટેરનની છે. યુદ્ધમાંથી ઘેર પાછાં ફર્યા બાદ એ હેરોઇનનો બંધાણી બની જાય છે એવી કથા છે. આજકાલ યુવા પેઢીમાં આ ડ્રગનું બંધાણ છે એટલે અમે આ વિષય હાથમાં લીધો હતો.
હાલ આ બંને એવેન્જર્સ એન્ડગેમનું પ્રમોશન કરી રહ્યા છે. જો રુસો તો ભારતની મુલાકાતે પણ આવી ગયો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IAgg8S
via Latest Gujarati News
0 Comments