
અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર
સીતાફળ અત્યંત સ્વાદિષ્ટ ફળ છે પરંતુ તેનાથી વાળની સમસ્યા પણ દૂર થાય છે તે વાતથી મોટાભાગના લોકો અજાણ હોય છે. તો ચાલો આજે તમને આપીએ જાણકારી કે સીતાફળથી વાળની અને અન્ય સમસ્યાઓ કઈ રીતે દૂર થાય છે.
- સીતાફળ ખાવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે.
- સીતાફળ સરળતાથી પચી જાય છે અને તેનાથી મોં અને પેટના ચાંદા પણ મટે છે. આ ઉપરાંત હાઈ બીપી અને એસિડિટીની તકલીફ પણ દૂર થાય છે.
- સીતાફળ આયરન અને વિટમિન સીથી ભરપૂર હોય છે તેના બીને બકરીના દૂધ સાથે પીસી અને માથા પર લગાવવાથી ખરતા વાળ અટકે છે અને નવા વાળ ઝડપથી ઉગે છે.
- સીતાફળના બી કાઢી તેનું ચૂર્ણ બનાવી અને એક લેપ બનાવો. આ લેપને રાત્રે સૂતી વખતે માથા પર લગાવવો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે લેપ લગાવવાથી વાળમાંથી જૂ અને લીખ દૂર થઈ જશે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7znzm
via Latest Gujarati News
0 Comments