એન્જેલીના જોલી અને બ્રાડ પિટ છૂટાં થયાં


લોસ એંજલ્સ તા.16 એપ્રિલ 2019, મંગળવાર

હોલિવૂડની સુપરહિટ ગણાતી જોડી એન્જેલિના જોલી અને બ્રાડ પિટ હવે કાયદેસર રીતે છૂટાં પડી ગયાં હોવાના અહેવાલ પ્રગટ  થયા હતા.

બે વર્ષ પહેલાં એન્જેલિના જોલીએ બ્રાડ પિટથી છૂટાં પડવા છૂટાછેડાની અરજી કરી હતી. બે વર્ષ સ્વૈચ્છિક રીતે અલગ રહ્યાં બાદ હવે તેમની છૂટાછેડાની અરજી કોર્ટે માન્ય રાખી હતી. આમ હવે બંને કાયદેસર રીતે અલગ થયાં હતાં. 

છેલ્લા થોડા સમયથી બ્રાડ પિટનું નામ એની સહઅભિનેત્રીઓ સાથે સતત જોડાયા કરતું હતું. એન્જેલિના અને બ્રાડ વિવિધ દેશોમાંથી દત્તક લીધેલાં અડધો ડઝન બાળકોનાં માતાપિતા છે. આ બાળકોમાં મેડોક્સ, શિલોહ, પૈક્સ, વિવિયન, જોહરા અને નૉક્સનો સમાવેશ થાય છે. આ છએ બાળકોને હવે એન્જેલિન સંભાળશે.

આ બંનેએ 2014માં સાત વર્ષના ડેટિંગ પછી લગ્ન કર્યાં હતાં પરંતુ માત્ર બે વર્ષમાં આ બંનેના લગ્નજીવનમાં તિરાડ પડવા માંડી હતી. એને માટે બ્રાડનું શરાબ અને ડ્રગનું બંધાણ જવાબદાર હોવાનું સંભળાતું હતું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GkaTYA
via Latest Gujarati News

Post a Comment

0 Comments