
મુંબઇ તા.16 એપ્રિલ 2019, મંગળવાર
નિર્માતા રોની સ્ક્રૂવાલા અને નિર્દેશક આદિત્ય ધરની હિટ ફિલ્મ કર્યા પછી હવે વીકી કૌશલ આ બંને સાથે એક પિરિયડ વૉર ફિલ્મ કરવાનો હોવાની જાણકારી મળી હતી.
ફિલ્મ સર્જકના એક પ્રવક્તાએ કહ્યું કે ઊરી બની રહી હતી ત્યારેજ આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લગભગ તૈયાર હતી. ઊરીને આટલો બધો જોરદાર પ્રતિસાદ મળશે એવી આ ફિલ્મ સર્જગકોની કલ્પના નહોતી. ઊરીને જોરદાર પ્રતિભાવ મળતાં હવે જે ફિલ્મ હાથમાં લેવાના છે ેને મોટે પાયે બનાવવાની ફિલ્મ સર્જકની ઇચ્છા છે. ઊરીનીજ ટીમ ફરી એક થઇ રહી છે. રોની, આદિત્ય અને વીકી.
મહાભારતમાં પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યનો આ વીર પુત્ર અશ્વત્થામા હજુ ય જીવિત છે એેવી લોકવાતો છે. એ લોકમાન્યતા પર આધારિત આ ફિલ્મ આ વર્ષના જ ઉત્તરાર્ધમાં ફ્લોર પર જશે.
વીકી પાસે હાલ તારીખો નથી. એ કરણ જોહરની મુઘલ ભાઇઓની કથા પર આધારિત તખ્ત કરવા ઉપરાંત એક અનટાઇટલ્ડ હોરર ફિલ્મ પણ કરી રહ્યો છે. આ બે ફિલ્મોની કામગીરી પૂરી કર્યા બાદ એ રોનીની આ ફિલ્મ શરૂ કરે એવી શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V5NKCw
via Latest Gujarati News
0 Comments