ધી ઇન્વિઝિબલ મેનની સિક્વલમાં એલિઝાબેથ મોસ ચમકશે


લોસ એંજલ્સ તા.16 એપ્રિલ 2019, મંગળવાર

છેક 1897માં એચ જી વેલ્સે લખેલી વિજ્ઞાાનકથા પરથી બનેલી ધી ઇન્વિઝિબલ મેન ફિલ્મની સિક્વલમાં એલિઝાબેથ મોસ ચમકે એવી શક્યતા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ડેડલાઇન ડૉટ કોમના એક રિપોર્ટ મુજબ હેન્ડમેઇડ્સ ટેઇલ ફેમ એલિઝાબેથ મોસ હાલ આ ફિલ્મના સર્જકો સાથે વાટાઘાટો કરી રહી હતી.લાઇ વ્હેનેલ્સની સ્ક્રીપ્ટ પર આધારિત આ ફિલ્મનું ડાયરેક્શન વ્હેનેલ્સ પોતે કરવાના છે.

જોર્ડન પીલ્સની તાજેતરમાં ખૂબ વખણાયેલી ફિલ્મ યુએસ પછી એલિઝાબેથ બ્લૂમહાઉસની આ બીજી ફિલ્મ કરશે એમ પણ આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું.  

એચ જી વેલ્સની આ નવલકથા લખાઇ ત્યારથી સતત ફિલ્મો અને ટેલિવિઝન શો માટે એનું વારંવાર રૂપાંતર થતું રહ્યું છે. સૌથી વધુ વખણાયેલી ફિલ્મ 1933માં આવી હતી જેમાં મુખ્ય રોલ ક્લૉડ રેન્સે ભજવ્યો હતો.

હવે બ્લુમહાઉસ કંપની આ ફિલ્મ બનાવવાની છે અને એને માટે એલિઝાબેથ મોસ સાથે ચર્ચાવિચારણા ચાલી રહી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V06ROE
via Latest Gujarati News

Post a Comment

0 Comments