સ્ટ્રેસ અને ખરાબ અનુભવ બાળકોને બનાવી દે છે મેચ્યોર


અમદાવાદ, 16 એપ્રિલ 2019, મંગળવાર

નાનપણમાં થતા ખરાબ અનુભવો અને સ્ટ્રેસના કારણે બાળકોના મગજના કેટલાક ભાગમાં ઝડપથી પરિપક્વતા આવી જાય છે. એક નવા અધ્યયનમાં આ જાણકારી સામે આવી છે કે બાળકોને ટીનએજમાં થતા આ પ્રકારના અનુભવોના કારણે પ્રીફ્રંટલ કોર્ટેક્સ અને એમિગડલામાં ઝડપથી પરિપક્વતા આવે છે. મગજના આ ભાગ કિશોરાવસ્થામાં ભાવનાઓને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. 

નિષ્ણાંતો અનુસાર જે બાળકો સ્ટ્રેસફૂલ વાતાવરણમાં મોટા થાય છે. તેમનામાં પરિપક્વતા ઝડપથી આવે છે. તેનાથી વિપરીત જો જીવનમાં પછીના વર્ષોમાં જે માનસિક તાણ વધે છે તેનાથી કિશોરાવસ્થા ધીમી ગતિથી વધે છે. 

જો નાની ઉંમરમાં મગજ પર તાણનું પ્રમાણ વધારે હોય તો અસામાજિક વ્યક્તિત્વના લક્ષણ વિકસિત થવાનું જોખમ પણ વધી જાય છે. શોધકર્તાને આ વાત જાણીને આશ્ચર્ય થયું કે જીવનમાં પછીથી મળતા તાણના કારણે કિશોરાવસ્થા દરમિયાન મેચ્યોરીટી ધીમે વધે છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UJaAkp
via Latest Gujarati News

Post a Comment

0 Comments