ઓફિસમાં થતા ઉત્પીડનની ફરિયાદ કરવા ગૂગલ લાવ્યું નવી વેબસાઈટ


નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર

ઓફિસમાં થતા ઉત્પીડન અને કેમ્પસ વોકઆઉટની માર સહન કરતા ગૂગલએ કર્મચારીઓ માટે નવી વેબસાઈટ લોન્ચ કરી છે. આ વેબસાઈટ પર તેઓ ઉત્પીડનની ફરિયાદો સરળતાથી કરી શકશે. આ વાતની જાણ ગ્લોબલ ડાયરેક્ટરર મિલોની પાર્કરએ કરી છે. પાર્કરએ જણાવ્યાનુસાર કેટલીક ચેનલ સાથે મળી અને એક સરળ સાઈટ તૈયાર કરવામાં આવી છે. તેની મદદથી કર્મચારી પોતાની સમસ્યાઓ વિશે સરળતાથી જણાવી શકશે. ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બર માસમાં દુનિયાભરમાં અંદાજે 20000 ગૂગલ કર્મચારીઓએ કાર્યસ્થળ પર થતા ઉત્પીડનના કારણે રાજીનામુ આપ્યું હતું.

ગૂગલ વધુ એક વેબસાઈટ પર કામ કરી રહ્યું છે જે અસ્થાઈ અને સેલિંગ વર્કફોર્સ માટે હશે. આ વેબસાઈટનું કામ આગામી જૂન માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ અગાઉ જણાવ્યું હતું કે કંપની યૌન શોષણ અને હિંસામાં મધ્યસ્થતાને સમાપ્ત કરી દેશે જેથી કર્મચારી આવા મામલે કાયદાકીય લડાઈ પણ લડી શકે. આ મામલે પાર્કરે ઉમેર્યું હતું કે દરેક ગૂગલર એટલે કે ગૂગલ કર્મચારી ઓફિસમાં પ્રતિષ્ઠા અને સમ્માન સાથે કામ કરી શકશે. આ વેબસાઈટની મદદથી કર્મચારી ફરિયાદ કરી અને કોર્ટ પણ જઈ શકે છે. કર્મચારીએ કોઈ ઈંટરનલ સમિતિની તપાસમાં પડવું નહીં પડે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vot6PF
via Latest Gujarati News

Post a Comment

0 Comments