નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર
ચૂંટણીપંચે દિલ્હી પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર વિરુદ્ધ FIR નોંધાવવાનો નિર્દેશ કર્યો છે. આયોગ તરફથી દિલ્હી પૂર્વના રિટર્નિંગ ઓફિસરને કહેવામાં આવ્યું છે કે, ગૌતમ ગંભીર સામે મંજુરી વિના ચૂંટણી રેલી આયોજીત કરવાના મામલે FIR નોંધવામાં આવે.
ગૌતમ ગંભીર પર મંજુરી વિના જંગપુરામાં જનસભા કરવાના મામલે આચારસહિંતાના ઉલ્લંઘનનો આરોપ છે. 25 એપ્રિલે દિલ્હીના જંગપુરામાં ગંભીરે આ રેલી કરી હતી. બે જગ્યાએ વોટર હોવાના મામલે ગૌતમ ગંભીર વિરુદ્ધ ફરિયાદ છે. તેમની વિરુદ્ધ ચૂંટણી લડી કહેલી આતિશાએ બે વોટર આઇડી હોવાની ફરિયાદ કરેલી છે. કોર્ટ આ મામલે એક મેએ સુનવણી કરશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2INa2U6
via Latest Gujarati News
0 Comments