હવે ડર નથી, નવું ભારત આતંકવાદીઓના ઘરમાં જઈને મારશે: PM મોદી

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019 શનિવાર

લોકસભા ચૂંટણી 2019 માટે તમામ રાજકીય દળો દ્વારા તાબડતોડ રેલીઓ અને રોડ શોનો સિલસિલો ચાલુ છે. ચૂંટણી અભિયાનો વચ્ચે વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશમાં ભાજપ માટે પ્રચાર કરશે.

વારાણસીમાં રોડ શો બાદ વડાપ્રધાન મોદી આજે યુપીમાં કન્નોજ, હરદોઈ અને સીતાપુરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. આમાં સૌથી પહેલી રેલી સવારે 11 વાગે કન્નોજમાં, બીજી હરદોઈમાં બપોરે 12:30 વાગે તો સીતાપુરમાં બે વાગે છે. ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે ઉત્તરપ્રદેશમાં ત્રણ રેલીઓ કરવા જઈ રહ્યા છે. જેમાં પહેલી રેલી રાયબરેલી સિવાય અમેઠીમાં બે રેલીઓ કરવાનો કાર્યક્રમ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે વડાપ્રધાન ખેડૂત યોજનાના પૈસા મોદી ચૂંટણી બાદ પાછા લઈ લેશે. આનો અર્થ છે કે તેમણે માની લીધુ છે કે 23 મે બાદ મોદીની સરકાર બનશે. હું વચન આપુ છુ કે આ પૈસા તમારા છે અને તમારી પાસેથી આને કોઈ પાછા લઈ શકશે નહીં.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે અમારા દેશમાં એવા બુદ્ધિમાન અને તેજસ્વી લોકો છે જે બટાકાથી સોનું ઉગાડે છે. તે કામ અમે કરી શકતા નથી, ના અમારી પાર્ટી કરી શકે છે. જેને બટાકાથી સોનું બનાવવુ છે તે તેમની પાસે જાય, અમે એવુ કરી શકતા નથી. અમે તો કોલ્ડ સ્ટોરેજ બનાવીશુ. બટાકાનુ વેલ્યુ એડિશન વધારીશુ. અમે બટાકાની ચિપ્સ બનાવી શકીએ છીએ અમે ખેડૂતોની આવક બેગણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IKxHEx
via Latest Gujarati News

Post a Comment

0 Comments