બીજેપીએ સની દેઓલને ટિકિટ આપતા દુ:ખી જરૂર, પણ PMના સપોર્ટમાં: કવિતા ખન્ના


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2019, શનિવાર

પંજાબના ગુરૂદાસપુર લોકસભા બેઠક પરથી બીજેપીએ સની દેઓલને ટિકિટ આપતા દિવંગત એક્ટર અને પૂર્વ બીજેપી સાંસદ વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાએ નારજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ મને આશ્વાસન આપ્યું હતું કે મને ટિકિટ આપવામાં આવશે.

દિવંગત એક્ટર અને પૂર્વ બીજેપી સાંસદ વિનોદ ખન્ના બીજેપની ટિકિટ પરથી 2014માં ગુરૂદાસપુર બેઠક પરથી જીત્યાં હતા. તેમના નિધન પછી આ બેઠક પરથી બીજેપી કોને ટિકિટ આપશે તેના પર ઘણી લાંબી ચર્ચા ચાલી હતી. ગુરૂદાસપુર બેઠક પરથી ટિકિટની રેસમાં ઘણા નામ હતા પરંતુ તેમાં જે નામ સૌથી આગળ હતુ તે વિનોદ ખન્નાની પત્ની કવિતા ખન્નાનું હતું. જોકે, બીજેપીએ તમામ ધારણાઓને ખોટી પાડતા આ બેઠક પરથી અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલને ટિકિટ આપી દીધી છે.

સની દેઓલને ટિકિટ મળતા કવિતા ખન્નાએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેઓ સની દેઓલ માટે પ્રચાર કશે ત્યારે તેમણે કહ્યું કે સની દેઓલે મને પ્રચાર માટે આમંત્રણ આપ્યું નથી. હા પણ તેઓ ચૂંટણી જરૂર જીતે એવી મારી ઇચ્છા છે. 

તેમણે પાર્ટી પર બળાપો કાઢતા કહ્યું કે વિનોદ ખન્ના ગુરૂદાસપુર બેઠક પરથી જ્યારે જ્યારે બીજેપીની ટિકિટ પર ઉભા રહ્યાં છે ત્યારે તેઓ જીત્યાં છે. પાર્ટીએ મને આશ્વાસન પણ આપ્યું હતું કે ટિકિટ આપવામાં આવશે પણ આપી નહીં. હું આ વાતથી ઘણી દુખી છે. 

પોતાના અન્ય એક નિવેદન પર કવિતા ખન્નાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મીડિયામાં મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. મે જાહેરમાં ક્યારેય એવું કહ્યું નથી કે પાર્ટીએ મને દગો આપ્યો, મે એમ કહ્યું હતું કે મારી સાથે વિશ્વાસઘાત થયો હોય તેવું અનુભવું છું. હા પણ હું આજે પણ વડાપ્રધાન નરેન્દ્રના સપોર્ટમાં છું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UKvn1Y
via Latest Gujarati News

Post a Comment

0 Comments