WhatsApp નહીં યૂઝ કરે સ્ટોરેજ સ્પેસ, આ રીતે બદલો સેટિંગ્સ


નવી દિલ્હી, 27 એપ્રિલ 2019, શનિવાર

વોટ્સએપ ન હોય તેવો કોઈ એન્ડ્રોયડ ફોન તમને જોવા મળશે નહીં. આ એપ દુનિયાભરના યૂઝર્સ યૂઝ કરે છે. વોટ્સએપમાં સમયાંતરે આવેલા અપડેટના કારણે હવે તેમાંથી માત્ર મેસેજ નહીં પરંતુ યૂઝર્સ કોન્ટેક્ટ, ડોક્યૂમેન્ટ, વીડિયો, ફોટો સહિતની સામગ્રી શેર કરી શકે છે. જો કે વોટ્સએપનો ઉપયોગ જે રીતે વધ્યો છે તે જ રીતે વોટ્સએપનો મેમરી યૂઝ પણ વધી રહ્યો છે. એટલે કે વોટ્સએપ પહેલા કરતા ફોનમાં સ્ટોરેજમાં સ્પેસ વધારે રોકે છે. જો કે વોટ્સએપ વધારે સ્પેસ ન રોકે તેવો ઉપાય પણ છે. તેના માટે યૂઝરએ ફોનના સેટિંગ્સમાં થોડા ફેરફાર કરવા પડે છે. આ ફેરફાર કરવાથી વોટ્સએપ ફોનમાં વધારે સ્પેસ રોકશે નહીં.

એંડ્રોયડના સેટિંગ્સ

- વોટ્સએપ ઓપન કરો અને તેમાં ઉપરની તરફ દેખાતા ત્રણ ડોટ પર ક્લિક કરો.

- સેટિંગ્સમાં જઓ અને ચેટ પર ટેપ કરો.

- અહીં મીડિયા વિઝીબિલીટીને ઓફ કરી દો.

- ચેટને ઓપન કરો અને ત્યાં બનેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.

- અહીં વ્યુ કોનટેક્ટ પર ટેપ કરી અને મીડિયા વિઝીબિલીટી પર ક્લિક કરો. 

- ત્યારબાદ Show newly downloaded media from this chat in your phone's gallery પર NO સિલેક્ટ કરો.

આટલા ફેરફાર કર્યા બાદ વોટ્સએપ આપમેળે કોઈ ફાઈલ્સ ડાઉનલોડ કરશે નહીં અને તમારા ફોનમાં સ્ટોરેજનો ઉપયોગ થશે નહીં.

આઈફોન

- વોટ્સએપમાં જવું.

- બોટમ રાઈટ કોર્નરમાં સેટિંગ્સમાં જવું.

- અહીં ચેટ્સમાં જાઓ અને Save to camera roll વિકલ્પને ઓફ કરી દો.

- વોટ્સએપ સેટિંગ્સમાં જાઓ અને ડેટા અને સ્ટોરેજ યૂઝ વિકલ્પ પર ક્લિક કરો.

- અહીં પસંદ કરો કે કયા ડેટા ઓટોમેટિક ડાઉનલોડ કરવા.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ULR4il
via Latest Gujarati News

Post a Comment

0 Comments