કોંગ્રેસનો વેલ્થ અને વેલ્ફેરનો મેસેજ વિજય ખેંચી લાવી શકે છે..


સ્પર્ધામાં બેજ મુખ્ય પક્ષ હોવા છતાં ભારતમાં લોકસભાની દરેક ચૂંટણીઓ જોરદાર રીતે લડાય છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્ય બંને પ્રતિસ્પર્ધીઓ બે ચૂંટણીઓ દરમ્યાન પોતાની સ્થિતિ બદલી નાખે છે.

બીજું એક મહત્વનું કારણ એ છે કે જે મુખ્ય સ્પર્ધક હોય છે એ વધુ સારા કે ખરાબ માટે આમુલ પરિવર્તન લાવવા મથે છે. આ નવો અવતાર અગાઉની ઘટના સાથે સેટ થાય છે કે નહીં તે ભાગ્યેજ જોવાય છે.

૨૦૧૯માં પણ આવું જ થયું છે. ૨૦૧૪માં પડકાર કોંગ્રેસ સામે હતો હવે તે પડકાર ભાજપ સામે આવીને ઉભો છે. ૨૦૧૪નો ભાજપ બધાના વિચાર સાથે લઇને ચાલતો પક્ષ હતો અને હવે ૨૦૧૯નો ભાજપ વન પર્સન શો બની ગયો છે. તે પોતેજ પક્ષ બની ગયા છે. ૨૦૧૪માં ભાજપ વિરુધ્ધ કોંગ્રેસ હતું હવે મોદી વિરુધ્ધ કોંગ્રેસ બની ગયું છે.

પૈસો અને સત્તા
મોદી એ મની , પાવર અને રાજકીય સત્તાનો ટેકો ધરાવે છે. ચાલો પૈસાનો મુદ્દો લઇએ. મોદીની એક રેલીનો ખર્ચ૧૦ કરોડ થાય છે એવી તે દિવસની ત્રણ થી ચાર રેલી કરે છે. 

તેમના ખર્ચાનો કોઇ વિવાદ નથી. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે તેમનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં નાખવામાં આવે છે કે જે તે રાજ્ય સરકારની સત્તા ભોગવે છે કે કોઇ બીજો રસ્તો અપનાવાય છે. 

રાજકીય સત્તાના મુદ્દાની વાત કરીએ તો  ભાજપમાં એક માત્ર તેમનો વોઇસ ચાલે છે. પક્ષો સાથે જોડાણ, ઉમેદવારો નક્કી કરવા કે ચૂંટણી વ્યૂહ રચના તૈયાર કરવી વગેરેમાં તેમનો વોઇસ ફાઇનલ હોય છે. પેલા ફેમસ બ્લોગ રાઈટર છે તેમની ટયુટી માત્ર અવલોકનની હોય એમ લાગે છે.

આર્થિક પાવર અને રાજકીય સત્તામાં કોંગ્રેસ ભાજપ સાથે સરખામણી કરી શકે એમ નથી. જોકે આઇડયામાં કોંગ્રેસ તખ્તો આંચકી લે છે. 

ચૂંટણીની શરુઆતથી જ કોંગ્રેસને ખ્યાલ હતો કે લોકોને વધુ નોકરીઓ, કિસાનોની સમસ્યા, ગરીબોના ઉત્કર્ષ જેવી પરેશાન કરી રહી છે. તેણે લોકોને સાંભળ્યા હતા અને તેમાંથી આઇડયા લઇને તેને ઢંઢેરામાં સમાવ્યા હતા. આ એક એવો ઢંઢેરો બન્યો હતો કે તેની સૌથી વધુ ચર્ચા થઇ હતી.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બીજી એપ્રિલે બહાર પડયો કે તરતજ મોદી વિરુધ્ધ કોંગ્રેસના ઢંઢેરા માટેની બેટલ લાઇન અંકાઇ ગઇ હતી. મોદીનું કોઇ પણ ભાષણ જોશો તો ખ્યાલ આવશે કે તે તેમની ગપ્પાબાજીનો ક્વોટા પુરો કર્યા પછી ગાંધી પરિવાર પર આક્ષેપો કરે છે અને પછી કોંગ્રેસના ઢંઢેરાની વાત કરે છે પણ ક્યારેય પોતાના પક્ષના ઢંઢેરાની વાત કરતા નથી. બીજી અપ્રિલે કોંગ્રેસના ઢંઢેરા પછી બહાર પડાયેલા ભાજપના ઢંઢેરાને લોકો તરતજ ભૂલી ગયા હતા. મોદીને ખ્યાલ આવી ગયો હતો કે કોંગ્રેસના ઢંઢેરામાં વધુ આઇડયા રહેલા છે.

ઢંઢેરામાં જ ખરો આઇડયા રહેલો છે

બે અઠવાડીયા નો તમિળનાડુનો ચૂંટણી પ્રવાસ કરીને પાછા ફર્યા બાદ હું એમ કહી શકું કે મતદારોને જેે મુદ્દા ગમ્યા છે તે પૈકીના મહત્વના છ અહીં આપ્યા છે

ગરીબી રેખાની નીચે જીવતા લોકોને (મહીને રુપિયા ૬૦૦૦લેખે) 

વર્ષે ૭૨૦૦૦ રુપિયા મળવા..

કૃષિલોન માફ..( ડીએમકેએ તો ઘરેણા પરની લોનનો પણ સમાવેશ કર્યો છે)

મનરેગાનો સમયગાળો વર્ષે ૧૫૦ દિવસનો કરવો..

નવ મહિનામાં ૨૪ લાખ સરકારી જોબ ઉભી કરવી અને બીજી કેટલીક લાખ જોબ ઉભી કરવાનું પ્રોમીસ..

મહિલાઓ,દલિત, જંગલ ખાતામાં કામ કરનારા,પત્રકારો, એનજીઓ વગેરે ને સલામતી આપવી..

તમિળ ભાષાને માન આપવુ, સંસ્કૃતી, ઇતિહાસને પણ માન આપવું..

એક વાત નિશ્ચિત છે કે ઉપરના તમામ પગલાં સમાજના ઉત્કર્ષના છે અને સંરક્ષણ તેમજ આર્થિક મુદ્દાઓ તો ચૂંટાયેલી સરકારનો વિષય છે. ચૂંટણી પ્રચારમાં તેની ચર્ચાનો અર્થ નથી. ( નોટબંધીના મુદ્દે લોકો મોદી  સરકારને ચોક્ક્સ સજા કરશે)

આઇડયામાં રહેલી શક્તિ...

ફીલ્ડમાંથી આવતા કેટલાક અહેવાલો સાવ વાહીયાત હોય છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો અને રાહુલ ગાંધીના આઇડયાના કારણે તમિળનાડુમાં કોંગ્રેસ અને ડીએમકેના જોડાણને ભવ્ય વિજય મળવાનો છે. એક તરફ કોંગ્રેસના પ્રોમીસ અને બીજી તરફ ડીએમકેના સ્ટાલીનના આઇડયા લોેકોને ખેંચી શકે છે.

પ્રજાને વેલ્થ અને વેલ્ફેરનો મેસેજ પહેંચાડાયો છે. વિપક્ષોએ આ મેસેજ દેશના દરેક ખૂણે પહોંચવો જોઇએ જેથી ભાજપ સામેની વોર જીતી શકાય.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UMnONh
via Latest Gujarati News

Post a Comment

0 Comments