
અમદાવાદ, 4 એપ્રિલ 2019, ગુરુવાર
ખાટી મીઠી આમલીનું નામ આવતાં જ મોમાં પાણી આવી જાય છે. આમલીનો સ્વાદ નાના મોટા સૌ કોઈને દાઢે વળગેલો હોય છે. સામાન્ય રીતે તો આમલીનો ઉપયોગ રસોઈમાં અથવા તો ચટણી બનાવવામાં થાય છે. પરંતુ ગરમીના દિવસોમાં આમલીમાંથી બનાવેલું જ્યૂસ લૂ અને ગરમીમાં થતા ત્વચાના રોગથી પણ બચાવે છે.
ગરમીના દિવસોમાં આમલીનું પાણી પીવાથી શરીરને ચેપ લાગતો નથી. આ ઉપરાંત નિયમિત રીતે આ જ્યૂસ પીવાથી અનેક ફાયદા પણ થાય છે. તો ચાલો જાણીએ કયા કયા છે આ લાભ.
- આમલીનો જ્યૂસ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ તત્વ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી નીવડે છે.
- આમલીનું સેવન કરવાથી ગરમીમાં ફ્લૂ અને અન્ય બીમારીઓથી બચી શકાય છે.
- આમલીના પાણીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે કેન્સરનું જોખમ ટાળે છે. આ તત્વ શરીરને રોગ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
- આમલીનો પલ્પ શરીરમાં કાર્બોહાઈડ્રેટને અવશોષિત કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના રોગીના રક્તમાં રહેલું શુગરનું પ્રમાણ ઘટે છે.
- આમલીનો રસ કોલેસ્ટ્રોલને વધતું અટકાવવામાં પણ મદદ કરે છે. તેનાથી હૃદય રોગ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
- ગરમીના દિવસોમાં સૌથી મોટી તકલીફ લૂ લાગવાથી થાય છે. આમલી અથવા તો કેરીનો જ્યૂસ પીવાથી લૂ લાગતી નથી.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YNy3PD
via Latest Gujarati News
0 Comments