મુંબઇ, તા. 17 એપ્રિલ 2019, બુધવાર
દુનિયાની સૌથી મોટી ક્રૂલ ઓઇલ ઉત્પાદક, સાઉદી અરામકો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ વ્યવસાયમાં 25 ટકા ભાગદીરી કરવા માટે વાટાઘાટો કરી છે. એક રિપોર્ટ અનુસાર 25 ટકા ભાગીદારી 10 થી 15 બિલિયન ડોલરમાં થઇ શકે છે.
ભારતીય કંપનીના રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સના કારોબારનું મુલ્ય લગભગ 55 બિલિયન ડોલરથી 60 બિલિયન ડોલરની વચ્ચે છે. ભાગીદારીના મૂલ્યાંકન અંગે જૂનની આસપાસ કરાર કરવામાં આવી શકે છે.
ફેબ્રુઆરીમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના દિલ્હી પ્રવાસ બાદ દુનિયાની સૌથી મોટી રિફાઇનિંગ કોમ્પેલેક્સના સંચાલક અરામકોનો રસ ત્યારે વધ્યો જ્યારે ક્રઉન પ્રિન્સે કહ્યું કે ભારતમાં આગામી બે વર્ષમાં 100 બિલિયન ડોલરથી વધુ રોકાણના તકની આશા છે.
બીજી તરફ સાઉદી અરામકો મુખ્ય કાર્યકારી અધિકારી અમીન નાસર અલગથી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી, જેથી સાઉદી સરકારની માલિકીની કંપનીના વેપાર પર ચર્ચા થઇ શકે, જેમાં ક્રૂડ, કેમિકલ અને નોન-મેટલ સામેલ છે. અમેરિકા અને ચીન બાદ ભારત કાચા તેલનો દુનિયાનો ત્રીજો મોટો ગ્રાહક છે, જેનો દૈનિક ઉપોયગ 4 મિલિયન બેરલ પ્રતિદિન (બીપીડી)ની આસાપાસ રહે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PeTxk4
via Latest Gujarati News
0 Comments