પાકિસ્તાનની ગુસ્તાખી, ભારતની સરહદમાં ઘૂસી આવીને ખેડૂત પર હુમલો

નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર

પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાનને મારેલી લપડાક છતા પણ પાકિસ્તાનીઓ અવાર નવાર દુસ્સાહસ કરતા હોય છે.

આવા જ એક કિસ્સામાં પંજાબના પઠાણકોટ વિસ્તારમાં સરહદને અડીને આવેલા ખુદાઈપુર નામના ગામમાં ખેડૂત સરહદથી 500 મીટર દુર આવેલી જગ્યામાં ઘાસ કાપી રહ્યો હતો ત્યારે ત્યારે સરહદ પારથી આવેલા એક પાકિસ્તાનીએ ખેડૂત સુખબીરસિંહ સાથે મારપીટ કરી હતી.

બંને વચ્ચે થઈ રહેલા ઝઘડાના અવાજો સાંભળીને બીજા લોકો દોડી આવ્યા હતા ત્યારે પાકિસ્તાની પોતાની સરહદ તરફ પાછો જતો રહ્યો હતો.જ્યાં ત્રણ પાકિસ્તાની સૈનિકો તેની રાહ જોઈ રહ્યા હતા.એવી આશંકા છે કે, પાકિસ્તાની સૈનિકે જ સાદા કપડામાં ઘુસી આવીને ભારતના ખેડૂત સાથે મારપીટ કરી હતી.

ખેડૂત સુખબીરસિંહે આક્ષેપ કર્યો હતો કે, મારપીટ કરનાર પાકિસ્તાનીએ મને ઘસેડીને પાકિસ્તાની સીમામાં લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો.

સુખબીરસિંહની સાથે થયેલી હરકતના પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.એ પછી મામલાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ઘટનાની ગંભીરતા જોતા તેની તપાસ બીએસએફને સોંપી દેવાઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v7ml4G
via Latest Gujarati News

Post a Comment

0 Comments