
મોદી ઉપર મને તો પ્રેમ છે, પરંતુ મોદી પ્રેમથી વર્તન નથી કરતા રાહુલના નિવેદન પછી સભામાં મોદી મોદી નારા લાગ્યા
ટ્વિટર જેવા સોશિયલ મીડિયાથી દૂર રહો, આભાસી નહીં પણ વાસ્તવિક જીવનમાં જીવો: રાહુલ
તમારા પર ફિલ્મ બને તો હિરોઈન કોણ હોય ? રાહુલે કહ્યું કે હું મારા કામને જ વરેલો છું
નવી દિલ્હી/મુંબઈ, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના એક નિવેદનના કારણે વિવાદ ખડો થયો છે. રાહુલ ગાંધીએ અડવાણીના સંદર્ભમાં મોદીની ટીકા કરતા કહ્યું હતું કે મોદીએ અડવાણીજીને જૂતા મારીને મંચ ઉપર ઉતારી મૂક્યા છે. ગુરુને સન્માન ન આપવાના મોદી હિંદુધર્મની શીખામણો ન આપે.
રાહુલ ગાંધીએ અડવાણીને ગાંધીનગરથી ટીકિટ ન આપી તે સંદર્ભમાં મોદીને નિશાન બનાવીને કહ્યું હતું કે મોદી ભલે હિંદુધર્મની અને પરંપરાની વાતો કરે, પરંતુ હિંદુુધર્મમાં તો ગુરુને માન-સન્માન આપવાની પરંપરા છે. જ્યારે મોદીએ તો અડવાણીને જૂતા મારીને મંચ ઉપરથી ઉતારી મૂક્યા છે.
હિંદુધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઈએ?રાહુલ ગાંધીએ કટાક્ષ કરીને કહ્યું હતું કે આ ચૂંટણી વિચારધારાનો જંગ છે. ભાઈચારો, પ્રેમ ને સૌહાર્દથી કોંગ્રેસ ચૂંટણી લડે છે, પરંતુ મોદી નફરત, ક્રોધ ને વિભાજનકારી નીતિ અપનાવે છે.
મુંબઈની સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને નરેન્દ્ર મોદી ઉપર ઘણો પ્રેમ અને આદર છે, પરંતુ મોદીને મારા પ્રત્યે બિલકુલ આદર અને પ્રેમ નથી.
રાહુલ ગાંધીએ સોશ્યિલ મીડિયામાં જ ગળાડૂબ રહેતી યુવા પેઢીને શીખ આપી હતી કે યુવાનોએ વાસ્તવિક જીવનમાં રહેવાની જરૃર છે તેની જગાએ તેઓ આભાસી જીવનમાં જ ગળાડૂબ રહે છે. ટ્વિટર જેવા માધ્યમો તમારા માતા-પિતાની કાળજીનું સ્થાન નહીં લઈ શકે.
રાહુલ ગાંધી હળવા મૂડમાં જણાતા હતા. જો તમારા જીવન પર કોઈ ફિલ્મ બને તો તેમાં હિરોઈન કોણ હોઈ શકે ? તેવા પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે હું મારા કાર્યને સમર્પિત હોઈ તેને વરેલો છું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બહેન પ્રિયંકા જોડે અમારા ગાઢ પ્રેમ અને લાગણીના સંબંધ છે. રાહુલ ગાંધીએ રાજકારણીઓની નિવૃત્તિ અંગે મહત્વનું નિવેદન આપતા ક્હયું હતું કે ઉંમરના ૬૦ વર્ષ પૂર્ણ થયા પછી રાજકારણમાંથી નિવૃત્ત થવું જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U1ynH3
via Latest Gujarati News
0 Comments