
મુંબઇ તા.23 એપ્રિલ 2019, મંગળવાર
હોનહાર અભિનેતા અર્જુન કપૂરે સતત પોતાના અને મલૈકા અરોરાના ફોટોગ્રાફ્સ ખેંચવા દોડાદોડ કરતા ફોટોગ્રાફર્સને તાજેતરમાં ખખડાવ્યા હતા.અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની અને મોખરાની મોડેલ કમ આઇટમ ડાન્સર મલૈકા અરોરા સાથે હાલ અર્જુનનો અફેર ચાલી રહ્યો છે. અગાઉ છાના છપના એકબીજાને મળતા આ બંને હવે છડેચોક એકબીજાની સાથે ફરતાં દેખાય છે. તાજેતરમાં આ બંને એક રેસ્ટોરાંમાં જમવા ઝઇ રહ્યા હતાં ત્યારે ફોટોગ્રાફર્સ એમનો માર્ગ રોકીને ફોટા પાડવા ઊભા રહી ગયા હતા.
યોગાનુયોગે આ જ રેસ્ટોરાંમાં અનિલ કપૂરના નાનાભાઇ અને અર્જુન કપૂરના કાકા સંજય કપૂર પણ સહકુટુંબ ભોજન લેવા આવ્યા હતા. અર્જુન કપૂરે પોતાનો માર્ગ રોકીને ઊભા રહી ગયેલા ફોટોગ્રાફર્સને ઠપકો આપ્યો હતો અને ફિલ્મ સ્ટાર્સ પણ એક પારિવારિક વ્યક્તિ છે. એમને આ રીતે અવરોધવા નહીંં જોઇએ એમ કહીને એક લેક્ચર ઠોકી દીધું હતું.
દરમિયાન, ફોટોગ્રાફર્સ તો સતત ક્લીક કરી રહ્યા હતા. અર્જુન ગુસ્સે થઇ ગયો હતો એ જોઇ શકાતું હતું. પરંતુ મિડિયા સાથે વધુ જીભાજોડી કરવાનો પણ અર્થ હોતો નથી એ હકીકત સમજીને થોડીવારે અર્જુન અને મલૈકા રેસ્ટોરાંમાં ચાલ્યા ગયાં હતાં.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GuQxfl
via Latest Gujarati News
0 Comments