
રેનબક્સી વિરુધ્ધ કોર્ટની અવગણના કરવાની ડાયચીની અરજીની ૧૧ એપ્રિલે સુપ્રીમમાં સુનાવણી
નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
સુપ્રીમ કોર્ટે દવા નિર્માણના ક્ષેત્રમાં જાણીતી ભારતીય કંપની રેનબક્સીના પૂર્વ માલિક મલવિંદર અને શિવિંદર સિંહની વિરુદ્ધ કડક વલણ અપનાવ્યુંં છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે જો કોર્ટ તેમને કોર્ટના આદેશની અવગણના બદલ દોષિત ઠેરવશે તો તેમને સીધા જ જેલભેગા કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ આંતરરાષ્ટ્રીય ચુકવણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ મલવિંદર અને શિવિંદર સિંહની વિરુદ્ધ કોર્ટના આદેશની અવગણના કરવા અંગેની અરજીની સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
સુપ્રીમ કોર્ટે સિંગાપોર ટ્રિબ્યુનલના નિર્ણયના અનુસાર જાપાનની કંપની ડાયચી સૈંક્યોને લગભગ ચાર હજાર કરોડ રૃપિયાની ચુકવણી અંગે રેનબેક્સીના પૂર્વ માલિકોના જવાબ પર નિરાશા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે અમે કોર્ટના આદેશની અવગણનાની અરજીની સુનાવણી સાથે આગળ વધીશું અને જો કોઇ પણ આદેશનું પાલન કરવાની જાણ થશે તો તેમને જેલ મોકલી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે રેનબેક્સીના પૂર્વ પ્રમોટરોની વિરુદ્ધ કોર્ટના આદેશની અવગણનાની સુનાવણી ૧૧ એપ્રિલે કરવામાં આવશે. રેનબેક્સીની તરફથી જાપાની કંપની ડાયચી સૈંક્યોને પુન:ચુકવણી માટે કોઇ નાણાં મળ્યા નથી.
અગાઉ આ કેસમાં સુપ્રીમ કોટે ઉગ્ર નારાજગી વ્યકત કરી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે ૧૪ માર્ચે રેનબેક્સીના માલિકોને જણાવ્યું હતું કે તે બે સપ્તાહમાં જણાવે કે ૪૦૦૦ કરોડ રૃપિયાની રકમ ક્યારે અને કઇ રીતે ચુકવશે.
કોર્ટે જણાવ્યું હતું કે દવા નિર્માણના ક્ષેત્રમાં વિશ્વની ટોચની કંપની હોવાથી તમારા માટે સારુ નથી કે તમે આ રીતે કોર્ટમાં રજૂ થાવ. સુપ્રીમે રેનબેક્સીને ૪૦૦૦ કરોડ રૃપિયા ક્યા સુધી અને કેવી રીતે ચૂકવવામાં આવશે તે ૨૮ માર્ચ સુધી જણાવવાનો આદેશ આપ્યો હતો.
ડાયચીએ ૨૦૦૮માં રેનબેક્સી ખરીદી હતી. જો કે ડાયચીએ સિંગાપોર ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી કે રેનબેક્સીએ વેચાણ વખતે એ વાત છુપાવી હતી કે તેની સામે યુએસ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની તપાસ ચાલી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2TTYkIk
via Latest Gujarati News
0 Comments