આ ચૂંટણી નક્કી કરશે કે દેશના હીરો મજબૂત થશે કે પાકિસ્તાનના પક્ષકારોઃ મોદી

નવી દિલ્હી, તા. 6. એપ્રિલ 2019 શનિવાર

ઝંઝાવાતી ચૂંટણી પ્રચારના ભાગરુપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના સોનપુરમાં એક સભાને સંબોધિત કરીને કહ્યુ હતુ કે, કોંગ્રેસની નીતિઓના કારણે દેશમાં મોંઘવારી વધી જશે.રેશનની દુકાનના અનાજથી માંડીને કેરોસીન અને ગેસની કિંમતો વધી જશે.

તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસના નેતાઓ અમીર અને લોકો ગરીબ થયા છે.કોંગ્રેસ ખુલ્લેઆમ કહી રહી છે કે અમે લોકો પરનો ટેક્સ વધારીશું.આ ચૂંટણી નક્કી કરશે કે હિન્દુસ્તાનના હીરો મજબૂત થશે કે પાકિસ્તાનનો પક્ષ લેનારા મજબૂત થશે.આ ચૂંટણી નક્કી કરશે કે ખેડૂતો અને યુવાનોને સન્માન મળશે કે દેશના ટુકડા કરવાના નારા લગાવનારાને સન્માન મળશે.

તેમણે ઓરિસ્સામાં કેન્દ્ર સરકારના રેલવે લાઈન, એરપોર્ટના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ઓરિસ્સા સહિત આખા ભારતમાં ભાજપ તરફી લહેર મેં જોઈ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Kcy5gI
via Latest Gujarati News

Post a Comment

0 Comments