તમે તમારી પત્નીનું ધ્યાન નથી રાખતા લોકોનું કેવી રીતે રાખશો: મમતા


નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોલકત્તામાં રેલી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત જીવનને લઇને તેમના પર પ્રહાર કર્યાં. મમતા બેનર્જીએ કહ્યું કે, તમે તમારી પત્નિનું ધ્યાન નથી રાખતા. લોકોનો ખ્યાલ કેમ રાખશો.

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં સેંધ લગાવવાની સતત કોશિશ કરી રહી છે. વડાપ્રધાને ઘણીવાર પશ્ચિમ બંગાળમાં વહીવટને લઇને પ્રહારો કરી ચૂક્યા છે જ્યારે મમતા બેનર્જી પણ ભાજપની નીતિઓને લઇને સરકાર પર નિશાન સાધતી રહી છે. પરંતુ વડાપ્રધાનના વ્યક્તિગત જીવન પર પ્રહારો કરવામાં આવ્યા હોય તેવી આ  પહેલી ઘટના નથી.

કોલકત્તામાં રેલી દરમિયાન મમતા બેનર્જીએ પોતાની રાજકિય મહત્વકાંક્ષા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, મોદીને હરાવ્યા બાદ નવી સરકારના ગઠનમાં તૃણમૂલ કોંગ્રેસ જ અગ્રણી ભૂમિકામાં આવશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FST5np
via Latest Gujarati News

Post a Comment

0 Comments