બંધારણને બચાવવા માટે અમે લડી રહ્યાં છીએ: સોનિયા ગાંધી


નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

લોકસભા ચૂંટણી 2019 માટે વિપક્ષી દળોના નેતાઓ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એકઠાં થયા. અહીં UPA ચેરપર્સન સોનિયા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા. જન સરોકાર સમ્મેલનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કેટલાંક વર્ષ પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા આપણે આવી સ્થિતીમાં ભેગા થવું પડશે.

તેમણે કહ્યું, આજે આપણને દેશ ભક્તિની નવી પરીભાષા શિખવવામાં આવે છે. જાતિ-ધર્મના આધાર પર લોકો વચ્ચે ભેદભાવ કરવામાં આવે છે. અમારી પાસેથી આશા રાખવામાં આવી રહી છે કે ખાણી-પીણી, પહેરવે અને અભિવ્યક્તિની આઝાદીના મામલે કેટલાક લોકોની મનમાની આપણે સહન કરીએ.

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, હાલની સરકાર લોકોની સારી જીંદગી બનાવવાની શક્યતા છીનવી રહી છે. આપણે પુરી હિંમ્મત સાથે તેનો વિરોધ કરવો પડશે. ભારતને તેવી સરકાની જરૂર છે. દેશના દરેક નાગરિકો પ્રત્યે જવાબદારી હોય. બંધારણમાં જેને પાયાની સ્વતંત્રના લખવામાં આવી છે તેને ફરીથી સ્થાપિક કરવી પડશે. આપણે બંધારણીય મુદ્દાઓને ફરીથી કાયમ કરવી પડશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2G3MasB
via Latest Gujarati News

Post a Comment

0 Comments