
દેશના લોકોએ ચોકીદારને તેની ડયુટીમાંથી છૂટા કરવાનો નિર્ણય લીધો હોવાનો ટોણો
(પીટીઆઇ) બિલાસપુર, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
કોંગ્રેસની પ્રસ્તાવિત લઘુતમ આવકની યોજના ન્યાય ભારતના અર્થતંત્રમાં પેટ્રોલનું કામ કરશે જેનાથી ભારતીય અર્થતંત્ર એક જ ઝાટકે સ્ટાર્ટ થઇ જશે તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું.
લોકસભા ચૂંટણીની જાહેરાત થયા પછી છત્તીસગઢમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધતા રાહુલે જણાવ્યું હતું કે ન્યાય સ્કીમને કારણે લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકશે જેનાથી મેન્યુફેચરિંગ ક્ષેત્રનો વિકાસ વધશે અને અનેક લોકો માટે રોજગારીની તકો સર્જાશે. રાહુલે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોએ ચોેકીદારને તેની ડયુટીમાંથી છૂટા કરવાનો નિર્ણય લઇ લીધો છે.
મોદીએ દેશનો ચોકીદાર બનવાનું વચન આપી મતો માગ્યા હતાં પણ આજે તેઓ ફક્ત અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓના ચોકીદાર બની ગયા છીએ. ન્યાય સ્કીમ ભારતીય અર્થતંત્ર માટે પેટ્રોલનું કાર્ય કરશે અને તેનાથી એક જ કીકથી ભારતીય અર્થતંત્ર સ્ટાર્ટ થઇ જશે. ૨૦૧૪માં મોદીએ વચન આપ્યું હતું કે બે કરોડ લોકોને રોજગારી આપવામાં આવશે, ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવામાં આવશે અને દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવામાં આવશે.
જો કે મોદીએ આ વચનો પૂરા કરવાને બદલે ગરીબો પાસેથી નાણાં ઝૂંટવી લીધા છે અને તેને કેટલાક ઉદ્યોગપતિઓના ખિસ્સામાં નાખી દીધા છે. રાહુલે જણાવ્યું હતું કે ગરીબોને કેટલી રકમ આપવી જોઇએ તે નક્કી કરવા માટે વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી.
મેં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમ અને અન્યને પણ ચોેક્કસ રકમ આપવા જણાવ્યું હતું. ચિદમ્બરમ મારી પાસે આવ્યા હતાં અને તેમણે જણાવ્યું હતું કે આપણે ગરીબોને વાર્ષિક ૭૨,૦૦૦ રૂપિયા આપી શકીએ તેમ છીએ.
ચૂંટણી પંચની પરવાનગી વિના અમેઠીમાં મૂકાયેલા ''ન્યાય''ના બેનર બદલ રાહુલને નોટિસ
નવીદિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમના ગઢ સમાન સંસદીય મતવિસ્તાર અમેઠીમાં એમની ''ન્યાય'' યોજના સંબંધી બેનર મૂકીને આચારસંહિતાનો ભંગ કરતા ચૂંટણી પંચે એમને નોટિસ પાઠવી છે.
બેનરમાં રાહુલ ગાંધીના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે ''અબ હોગા ન્યાય''
રાહુલને અપાયેલી નોટિસમાં ૨૪ કલાકમાં જવાબ આપવાનું જણાવાયું છે.
ચૂંટણી પંચે નોટિસમાં જણાવ્યું છે કે બેનરો સ્થાનિક ચૂંટણી અધિકારીઓની તેમજ મકાન માલિકની પરવાનગી વિના મૂકવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની ફલાઇંગ સ્કવોડે અમેઠીમાં ૧૦ બાય ૨૫ ફીટના કદના બેનરો જોયા હતા, એમ ચૂંટણી પંચે એની નોટિસમાં જણાવ્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gx3hTU
via Latest Gujarati News
0 Comments