
(પીટીઆઇ) પુલપલ્લી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
કોંગ્રેસની નેતા પ્રિયંકા ગાંધીએ આજે વડા પ્રધાન મોદી અને ભાજપ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે દેશમાં અગાઉ ક્યારે પણ આવા નબળા વડા પ્રધાન અને આવી નબળી સરકાર આવી નહતી.વાયનાડમાં પોતાના ભાઇ અને પક્ષના વડા રાહુલ ગાંધીના પ્રચાર માટે આવેલી પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો હતો કે સરકારની નીતીઓની ટીકા કરનાર કચડાયેલા લોકોનો અવાજને દબાવી દેવું શું એ રાષ્ટ્રવાદ છે?
પુલપલ્લીમાં ખેડૂતોની એક જંગી રેલીને સંબોધતા પ્રિંયકા ગાંધીએ જેમણે પોતાની વેદના વ્યક્ત કરવા દિલ્હી સુધી ઉઘાડા પગે પગપાળા ગયેલા ખેડૂતોની વાત પણ ના સાંભળનારના રાષ્ટ્રવાદ અંગે સવાલ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે લોકો એવો વડા પ્રધાન ઇચ્છે છે જેને લોકો માન આપે અને જે પોતાના જ વચનોને મજાક ના બનાવે.'વાયનાડના ભાઇઓ અને બહેનો, મેં કયારે પણ આવા નબળા વડા પ્રધાન અને નબળી સરકાર જોઇ નથી જે છેલ્લા પાંચ વર્ષથી શાસનમાં છે'.
પ્રિયંકાએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે મારા ભાઇઓ અને બહેનો તમારે એક મજબૂત વડા પ્રધાનની જરૂર છે. એવી સરકાર જે તમારી વાત સાંભળે અને જે તમારા માટે બોલે.' તમારે એવી સરકારની જરૂર છે જે ભલે સરકાર વિરોધનો હોય પરંતુ તમારા અવાજને ઉઠાવે.હું માનું છું કે જે તમારી લાગણીઓને સમજી શકે અને તેને માન આપે એવા વડા પ્રધાનની જરૂર છે'.
પ્રિયંકાએ કહ્યું હતું કે તેઓ (ભાજપ) તમને વિભાજીત કરવા ઇચ્છે છે અને તમારા રાષ્ટ્રવાદ અંગે સવાલો પૂછે છે. જ્યારે હજારો ખેડૂતો દેશના ખુણે ખુણેથી પોતાની વેદના વ્યક્ત કરવા ઉઘાડા પગે છેક દિલ્હી સુધી ગયા હતા ત્યારે તમને સાંભળ્યા વિનાજ પાછા કાઢ્યા હતા.'લોકો જ્યારે તમારી વિરૂધ્ધ અવાજ ઉઠાવે છે અને જ્યારે તમારી ટીકા કરે છે ત્યારે તમે તેમને જેલમાં ભરી દો છો.તેમને મારો છો.શું આ જ તમારો રાષ્ટ્રવાદ છે?
મારામાં ઇન્દિરા ગાંધી જેવું કશું જ નથી, સરખામણીના કરો: પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
પૂર્વિય ઉત્તર પ્રદેશના કોંગ્રસના ઇનચાર્જ અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પોતાની જાતને પૂર્વ વડા પ્રધાન અને દાદીની સરખામણીથી પોતાની જાતને અલગ કરી હતી અને તેમની સાથે સરખામણી નહીં કરવા વિનંતી કરી હતી. ઇન્દિરા ગાંધી સાથે તેમની કરવામાં આવી રહેલી સતત સરખામણીના જવાબમાં તેમણે કહ્યું હતું કે ' મારામાં ઇન્દિરા ગાંધી જેવું કશું જ નથી. જાહેર સેવા કરવાની તેમની જે ધગશ હતી તે મારામાં અને મારા ભાઇમાં પણ છે'એમ તેમણે કહ્યું હતું.
તેમણે આગળ કહ્યું હતું કે તમે અમને તક આપો કે ના આપો પણ અમે તો લોક સેવા કરીશું જ.રાજકારણમાં પ્રિયંકાના આગમનના થોડા કલાકોમાં જ લખનઉમાં બેનર લાગ્યા હતા કે 'ઇન્દિરા ગાંધીની વાપસી'. હાલમાં તેઓ રાહુલ ગાંધી માટે પ્રચાર કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XwISnQ
via Latest Gujarati News
0 Comments