અમેરિકાના લિકર બેરોનની પુત્રીની સેક્સ સ્લેવ કૌભાંડમાં સંડોવણી: 25 વર્ષની જેલ સંભવ


ન્યુયોર્ક, તા.20 એપ્રિલ, 2019, શનિવાર

સીગ્રામ બ્રાન્ડના પ્રખ્યાત દારૂ બનાવતી કંપનીના માલીકની વારસદાર ક્લેરી બ્રોનફમને મહિલા સેક્સ સ્લેવ (ગુલામ)ની ગુપ્ત સોસાયટીમાં પોતાની ભૂમિકાની કબુલાત કરી હતી. તેની સામે નાણા કમાવવા ઘુસણખોરોને આશ્રય આપવા અને તેમની માહિતી સરકારથી છુપાવવા તેમજ છેતરપીંડી કરવા ઓળખના ઉપયોગ જેવા બે કેસ કરાયા હતા.

મે મહિનામાં ચાલનાર કેસમાં તે ટ્રાયલને ટાળી શકે છે. હવે બળજબરીથી મજૂરી ષડયંત્ર અને સેક્સ ટ્રાફિકીંગના આરોપી ૫૮ વર્ષના કીથ રાનીરી એકલાજ કેસમાં આરોપી રહે છે.

ગયા વર્ષે મેક્સિકોની સરહદેથી પકડાયેલા રાનીરી સામે સેક્સ વર્કર્સની 'પીરામીડ'  યોજના ચલાવવાનો કેસ છે. આ યોજનામાં તે એકલો જ પુરૂષ છે અને બાકીની એક ડઝન જેટલી મહિલાઓ છે જેમને સ્લેવ અને માસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે.

૪૦ વર્ષની ક્લેરી બ્રોનફમ પૂર્વ ધોડ સવાર એક્વેસ્ટ્રિયન શો જમ્પર અને દારૂની વિશ્વ પ્રખ્યાત સીગ્રામ કંપનીના કેનેડિયન ચેરમેન એડગર બ્રોનફમનની પુત્રી છે.તેમની કુલ સંપત્તિ ૨.૬ અબજ ડોલર માનવામાં આવે છે.

ક્લેરીએ ૧૦ કરોડ ડોલર જેટલા તેના નાણા એનએક્સવિયનની સહાયમાં વાપર્યા હતા. તે આ ગુ્રપની સભ્ય હતી. આ નાણાનો ઉપયોગ તેઓ પોતાના હરિફો સામે સમન્સ કાઢવા, ડેટા મેળવવા ખોટી ઓળખ ઊભી કરવા અને નારીરીને તેની સ્વર્ગસ્થ  સહાયકના ક્રેડિટ કાર્ડથી કરેલી ખરીદીની રકમ ચૂકવવા કરતી હતી.

ક્લેરી ઉપરાંત અન્ય પાંચ જણાએ પોતાની સંડોવણીનો સ્વીકાર કરી લીધો હતો. 'સ્મોલવિલા' નામની ટીવી સીરીયલની અભિનેત્રી એલીસન મેકે મેન્ટરશીપ ગુ્રપના વિકાસ માટે કથિત રીતે મહિલાઓની નિમણુંક કરવાનો આરોપ કબુલ્યો હતો. ગુ્રપની મહિલાઓને તેમના નેતાઓ સાથે સેક્સ કરવાની ફરજ પડાતી હતી. એચબીઓ નેટવર્ક હવે આ કેસ પર આધારિત એક દસ્તાવેજી ચિત્ર બનાવવા વિચારી રહી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PkOm26
via Latest Gujarati News

Post a Comment

0 Comments