
(પીટીઆઈ) મિનાટીત્લાના, તા.20 એપ્રિલ, 2019, શનિવાર
મેક્સિકોના હિંસાથી પ્રભાવિત રાજ્ય વેરાક્રૂજમાં એક પાર્ટી દરમિયાન અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીબાર કરતા એક બાળક સહિત ૧૩ લોકો મૃત્યુ પામ્યા છે. લોક સુરક્ષા સચિવાલયે જણાવ્યા મુજબ મિનાટીત્લાનામાં એક પારિવારિક કાર્યક્રમમાં પહોંચેલા બંદૂકધારીઓએ અલ બેકી નામના વ્યક્તિને મળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું જે સ્થાનિક બારનો માલિક છે અને ત્યાર બાદ તેમણે ગોળીબાર શરુ કરી દીધો હતો.
આ હુમલામાં સાત પુરુષ, પાંચ મહિલા તથા એક બાળકનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ચાર ઘાયલ છે. હજુ સુધી ગોળીબાર કરનારા હુમલાખોરોનો ઉદ્દેશ્ય નથી જાણી શકાયો પરંતુ વેરાક્રૂજ અપરાધીઓ અને માદક પદાર્થોની હેરફેર કરતી ટોળકીઓ વચ્ચેની હિંસક અથડામણ માટે જાણીતું છે. મેક્સિકોમાં વિવિધ ગેંગ સાથે સંકળાયેલા હિટમેન(બંદૂકધારી) દ્વારા અનેક વખત જાહેરમાં હત્યાઓ કરાતી હોય છે. આ ઉપરાંત ૪૦,૦૦૦થી પણ વધારે લોકો લાપતા છે જેમની હત્યા કરીને દૂરના વિસ્તારોમાં દફનાવી દેવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ પ્રબળ છે. ૨૦૦૬ની સાલમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ ફિલિપ કૈલ્ડ્રોને ડ્રગની તસ્કરી કરનારાઓ પર કાર્યવાહીના આદેશ આપ્યા બાદ અત્યાર સુધીમાં મેક્સિકોમાં કુલ ૨.૫ લાખથી પણ વધારે લોકોની હત્યા થઈ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GxZ42s
via Latest Gujarati News
0 Comments