અક્ષયકુમારની ગબ્બર ફિલ્મની જેમ હોસ્પિટલમાં મૃતદેહની સારવાર કરતા રહ્યા ડોક્ટરો

નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર

2015માં અક્ષયકુમારની ગબ્બર નામની ફિલ્મ રિલિઝ થઈ હતી.જેમાં બતાવાયુ હતુ કે, હોસ્પિટલમાં ડોક્ટરો મૃતદેહની સારવારના નામે પૈસા પડાવે છે.

હવે રીલ લાઈફની જેમ રીયલ લાઈફમાં પણ આવો કિસ્સો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં બન્યો છે.જેમાં મૃતકના પરિવારજનોએ ડોક્ટરો પર આરોપ લગાવ્યો છે કે, મોત થઈ ગયા બાદ પણ ડોક્ટરોએ મૃતદેહને વેન્ટિલેટર પર મુકીને સારવારનુ નાટક ચાલુ રાખ્યુ હતુ.

લખન મેવાડા નામના આ વ્યક્તિ એક રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.એ પછી તેમને ભોપાલની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા.

જ્યાં તેમન મોત થયુ હતુ.પરિવારજનોએ કહ્યુ હતુ કે, હોસ્પિટલે જ્યાં સુધી સારવારના 50000 રુપિયા ના ચુકવાય ત્યાં સુધી મૃતદેહ સોંપવાનો પણ ઈનકાર કર્યો હતો.

હોસ્પિટલ સામે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UAuhuC
via Latest Gujarati News

Post a Comment

0 Comments