નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર
સપા છોડીને ભાજપમાં જોડાયેલા નેતા નરેશ અગ્રવાલે આગાહી કરી છે કે, બસપા અને સપા વચ્ચેનુ ગઠબંધન ચૂંટણીના પરિણામ જાહેર થશે તેના બીજા જ દિવસે તુટી જશે.
તેમણે વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યુ હતુ કે, માયાવતી અખિલેશ યાદવનો સાથ છોડી દેશે અને અખિલેશ યાદવ વાંદરાની જેમ ફરતા અને દોડતા જોવા મળશે.
યુપીના હરદોઈમાં ભાજપના પ્રચારર દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, 23 મેના રોજ મતગણતરી બાદ 24મેના રોજ માયાવતી કહેશે કે, હું ગઠબંધન તોડુ છું, મુસલમાનો અને આહીરોએ મને દગો આપ્યો છે.એ પછી અખિલેશ યાદવ વાદંરાની જેમ ફરતા હશે.
નરેશ અગ્રવાલ એક સમયે સપાનો ચહેરો હતા.તેઓ રાજ્યસભામાં સપાની ટિકિટ પરથી સાંસદ બન્યા હતા.તેમણે પોતાના જ પૂર્વ નેતા માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ પહેલી વખત કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZaRcLn
via Latest Gujarati News
0 Comments