ભાજપના આ વરિષ્ઠ નેતાએ કહ્યુ, સોનિયા ગાંધીની શિખામણને ધ્યાનમાં લેવાની જરુર

નવી દિલ્હી,તા.14.એપ્રિલ 2019 રવિવાર

લાલકૃ્ષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીની જેમ સાઈડ લાઈન કરી દેવાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતા શાંતા કુમારે ભાજપને ચેતવણી આપી છે.

પાર્ટીન માર્ગદર્શક મંડળના સભ્ય શાંતાકુમારે તાજેતરમાં સોનિયા ગાંધીએ આપેલી શિખામણને ધ્યાનમં લેવા માટે કહ્યુ છે.તેમણે જણાવ્યુ હતુ કે, સોનિયા ગાંધીએ 2004ના પરિણામો પણ યાદ રાખવા માટે જે વાત કહી છે તે ખોટી નથી.

તેમણે કહ્યુ હતુ કે, 2004માં પણ કહેવાતુ હતુ કે, વાજપેયીનો કોઈ વિકલ્પ નથી.આમ છતા ભાજપ ચૂંટણી હારી હતી.આજે મોદીનો કોઈ વિકલ્પ નથી.આ વાત સાચી છે પણ હાર જીતમાં કોઈ એક ફેક્ટર જવાબદાર નથી હોતુ.જોકે કોંગ્રેસ  ચૂંટણીની તૈયારીમાં ભાજપ કરતા પાછળ છે.

શાંતાકુમારે કહ્યુ હતું કે, અડવાણી, જોષી અને અરુણ શોરીએ પણ હવે મારી જેમ ચૂંટણી લડવાનો નહી પણ બીજાને ચૂંટણી લડાવવાનો આનંદ લેવો જોઈએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Zbvlne
via Latest Gujarati News

Post a Comment

0 Comments