નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર
ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર પહોંચેલા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને મુંબઈ હુમલાની યાદ અપાવી હતી.તેની સાથે સાથે ઓબીસી વર્ગને પણ સાધવાની કોશિશ ભાષણમાં કરી હતી.
પીએમ મોદીએ માઢામાં યોજાયેલી સભામાં કહ્યુ હતુ કે, હું પછાત વર્ગમાંથી આવુ છું તેના કારણે કોંગ્રેસે મને ભરપૂર ગાળો આપી છે અને હવે તેઓ પછાત સમાજના એક આખા વર્ગને જ ચોર કહી રહ્યા છે.ચોકીદારને ચોર કહેનારા કોંગ્રેસ અ્ધ્યક્ષ રાહુલ ગાંધી મોઢુ છુપાવીને ફરી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, મુંબઈ આતંકવાદીઓનુ સ્વર્ગ બની ગયુ હતુ.મુંબઈમાં આતંકવાદી હુમલા પછી આપણે કશું ના કરી શક્યા પણ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને આપણે ઘરમાં ઘુસીને માર્યુ હતુ.મજબૂત સરકારનો મતલબ શું થાય છે તે આ છત્રપતિ શિવાજી મહારાજની ધરતી બહુ સારી રીતે જાણે છે.દેશ ચલાવવા માટે મજબૂત નેતા જરુરી છે.તમે મને 2014માં સંપૂર્ણ બહુમતિ આપીને જે તાકાત આપી હતી તેનાથી હું મોટા નિર્ણયો લઈ શક્યો હતો.આજે દુનિયાના બીજા દેશો ભારતના પડખે ઉભા રહેવામાં ગૌરવ અનુભવે છે.
પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ અને તેના સાથીદારો કહે છે કે, સમાજમાં જેટલા પણ મોદી છે તે ચોર છે.હું પછાત વર્ગમાંથી આવુ છું એટલે કોંગ્રેસ અને તેના સાથીદારોએ મને ગાળો આપવામાં કશું બાકી રાખ્યુ નથી અને હવે તો આખા પછાત વર્ગને ગાળો આપી છે.
શરદ પવારને ટાર્ગેટ કરીને તેમણે કહ્યુ હતુ કે, શરદ પવાર ખેલાડી છે.તેઓ સમય પહેલા હવા કઈ બાજુની છે તે સમજી જાય છે અને તેઓ એવુ કશુ કરતા નથી કે જેનાથી તેમના પરિવારને આંચ આવે.શરદ પવાર જે સરકારમાં કૃષિ મંત્રી હતા તે સરકારમાંથી તેઓ ખેડૂતો માટે યોજનાઓ લાગુ કરી શક્યા હોત પણ તે પોતાની ખાંડની દુકાન ચલાવવામાં વ્યસ્ત હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLuHuE
via Latest Gujarati News
0 Comments