મુસ્લિમ મહિલાઓએ ઘરમાં જ નમાઝ પઢવી જોઈએઃ કેરાલા જમીયતુલ ઉલેમા

નવી દિલ્હી, તા. 17. એપ્રિલ 2019 બુધવાર

મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાની પરવાનગી આપવા માટે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ દંપતી દ્વારા પિટિશન થયેલી છે ત્યારે કેરાલાના પ્રભાવશાળી ઈસ્લામિક સંગઠન કેરલા જમીયતુલ ઉલેમાએ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશ કરવા પરના પ્રતિબંધની તરફેણ કરી છે.

સંગઠને કહ્યુ હતુ કે, મુસ્લિમ મહિલાઓએ ઘરમાં જ નમાઝ પઢવી જોઈએ. ધાર્મિક મામલાઓમાં કોર્ટના હસ્તક્ષેપને સંગઠન સ્વીકારતુ નથી.

જમીયતુલ ઉલેમાના મહાસચિવ અલીકુટ્ટી મુસલિયરે કહ્યુ હતુ કે, ધાર્મિક બાબતોમાં ધર્મગુરઓના નિર્દેશોનુ પાલન કરવુ જોઈએ. અમારા સંગઠને સબરીમાલા મંદિરમાં પણ મહિલાઓના પ્રવેશને લઈને આ જ પ્રકારનુ વલણ અપનાવ્યુ હતુ. મસ્જિદમાં માત્ર પુરુષોએ નમાઝ પઢવી જોઈએ.આ નિયમ નવો નથી.1400 વર્ષથી અમલમા છે.

સુપ્રીમ કોર્ટે મસ્જિદમાં મહિલાઓને નમાઝ પઢવા દેવાના મામલામાં કેન્દ્ર સરકાર, નેશનલ કમિશન ફોર વીમેન અે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા વકફ બોર્ડને નોટિસ ફટકારીને ચાર સપ્તાહમાં જવાબ માગ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GiSqf5
via Latest Gujarati News

Post a Comment

0 Comments