યોગી અયોધ્યાના તો રાહુલ ગાંધી વાયનાડના મંદિરમાં ભગવાનની શરણમાં

નવી દિલ્હી, તા. 17.એપ્રિલ 2019 બુધવાર

ચૂંટણી પંચે પ્રચાર કરવા પર મુકેલા 72 કલાકના પ્રતિબંધ બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દર્શન કરવા માટે અયોધ્યા પહોંચ્યા છે.

યોગીએ અયોધ્યા પહોંચ્યા બાદ એક દલિતના ઘરની મુલાકાત લીધી હતી અને ત્યાં ભોજન પણ કર્યુ હતુ.ગઈકાલે લખનૌમાં હનુમાનજીના મંદિરમાં પૂજા બાદ યોગી આદિત્યનાથ આજે અયોધ્યામાં રામલલ્લાની શરણમાં પહોંચી ગયા છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરાલામાં થિરુનેલી મંદિરમાં પૂજા કરી હતી.પરંપરાગત રીતે ધોતી પહેરીને મંદિરમાં ગયેલા રાહુલ ગાંધીએ અડધો કલાક સુધી પોતાના પૂર્વજો તથા પુલવામા હુમલાના શહીદોના આત્માની શાંતિ માટે પૂજા કરી હતી.

ઉલ્લેખીય છે કે, રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીના અસ્થિઓનુ વિસર્જન મંદિરની નજીકમાં આવેલી પાપનાસિની નદીમાં કરવામાં આવ્યુ હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ziyp0Y
via Latest Gujarati News

Post a Comment

0 Comments