મુંબઇ, તા. 17 એપ્રિલ 2019 બુધવાર
મોખરાની અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલીએ ટ્વીટર પર લખ્યું હતું કે સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે મારી બહેન કંગનાને ચપ્પલ વડે મારી હતી.
વાતનું મૂળ કંગના અને આલિયા વચ્ચે થયેલો સંવાદ છે. તાજેતરમાં એક એવોર્ડ સમારોહમાં આલિયા અને કંગનાનાં નામ સાથે આવતાં કંગનાએ ટ્વીટ કરી હતી કે આલિયાનો ગલી બૉયનો અભિનય એવરેજ હતો. મારી અને આલિયાની તુલના થઇ શકે નહીં. આલિયાએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો અને કંગનાની બોલતી બંધ કરી હતી.
હવે કંગનાની બહેન રંગોલીએ એવી ટ્વીટ કરી હતી કે મારી બહેન કંગના પોતે અભિનય કરેલો એ ફિલ્મ વો લમ્હેં જોવા થિયેટર પર ગઇ ત્યારે મહેશ ભટ્ટે એના પર ચપ્પલ ફેંકીને એને માર્યું હતું. મારી બહેન પોતાની જ ફિલ્મ જોઇ શકી નહોતી.
રંગોલીએ વધુમાં આલિયાની અભિનેત્રી માતા સોની રાઝદાનને નિશાન બનાવતાં લખ્યું હતું કે સોનીજી મારી બહેનને મહેશ ભટ્ટે નહીં, અનુરાગ બસુએ પહેલી તક આપી હતી. એ સમયે મહેશ ભટ્ટ પોતાના ભાઇના પ્રોડક્શન હાઉસમાં ક્રિયેટિવ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pct0nx
via Latest Gujarati News
0 Comments