
લોસ એંજલ્સ તા.22 એપ્રિલ 2019, સોમવાર
હોલિવૂડના લેજંંડરી અભિનેતા ઓસ્કાર વિજેતા રોબર્ટ દ નીરોએ ફરી એકવાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી. એણે કહ્યું હતું કે ગેંગસ્ટર બનવા ઇચ્છુક વ્યક્તિ વ્હાઇટ હાઉસમાં બિરાજમાન છે.
2016માં થયેલી અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં રશિયન સરકારનો હાથ હતો કે નહીં એ અંગેનો મ્યુલર કમિશનનો રિપોર્ટ પ્રગટ થાય એ પહેલાં સ્ટીફન કોલ્બર્ટના લેટ નાઇટ લોકપ્રિય ટીવી ચેટ શોમાં મહેમાન તરીકે હાજરી આપતાં રોબર્ટ દ નીરોએ આ કોમેન્ટ કરી હતી.
પોતાના વરસો જૂના દોસ્ત માર્ટિન સ્કોર્સેસેની થ્રીલર ફિલ્મ ધી આઈરિશ મેન ઓન ધ શોના રોલ વિશે બોલતાં આ લેજંડરી કલાકારે કહ્યું કે ગેંગસ્ટર બનવા ઇચ્છુક એક મહાનુભાવ હાલ વ્હાઇટ હાઉસમાં બિરાજે છે.
નીરોએ કહ્યંુ કે આમ આદમીને ક્યારેક માથાભારે ગેંગસ્ટર પણ ગમતાં હોય છે. પિપલ હેવ એફિનિટી ટુવર્ડઝ્ આઉટલૉઝ.. લોકોને કાયદાનો ભંગ કરનારા સાથે પણ આત્મીયતા હોય છે... વ્હાઇટ હાઉસમાં પણ એક ભાવિ ગેંગસ્ટર બેસે છે.
તેણે તરત ઉમેર્યું હતું કે ગેંગસ્ટર્સમાં પણ પોતાના નીતિનિયમો હોય છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXH6M4
via Latest Gujarati News
0 Comments