મારી ફિલ્મો મને જોવી ગમતી નથી : સિનિયર અભિનેત્રી જુડી ડેન્ચ


લોસ એંજલ્સ તા.22 એપ્રિલ 2019, સોમવાર

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં બોન્ડના બોસની સેક્રેટરીના રોલથી દુનિયાભરમાં જાણીતી થયેલી અભિનેત્રી જુડી ડેન્ચે કહ્યું હતું કે મને મારી પોતાની ફિલ્મો જોવાની બહુ ગમતી નથી.

વિક્ટોરિયા એન્ડ અબ્દુલ જેવી યાદગાર ફિલ્મો આપનારી હાલ 84 વર્ષની આ અભિનેત્રીએ કહ્યું, 'મારી પોતાની ફિલ્મો જોતી વખતે હું મારોજ અભિનય જોઇને ઉશ્કેરાઇ જાઉં છું કે આ શું કર્યું છે ? હું મારા પોતાના અભિનયની સમીક્ષા કરવા લાગું છું.'

એણે ઉમેર્યુ ંહતું કે મને મારા પોતાના અભિનયની એલર્જી છે. ન છૂટકે મારી કોઇ ફિલ્મ જોવી પડે તો હું મારા રોલની સમીક્ષા કરવા માંડું છું અને હાલ જે કર્યું એના કરતાં વધુ સારું કરી શકી હોત એવા વિચારો મને ઉશ્કેરી મૂકે છે. ફિલ્મ રજૂ થઇ ગયા પછી ખાસ્સા લાંબા સમયે એ ફિલ્મ હું જોઉં તો અગાઉની વાતો  ભૂલી ચૂકી હોવાથી ફિલ્મને સહન કરી લઉં છું. 

એણે એકરાર કર્યો હતો કે એની ક્લાસિક ગણાતી ફિલ્મ રૂમ વીથ અ વ્યૂ (1985) એણે હજુ સુધી જોઇ નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UOOpZN
via Latest Gujarati News

Post a Comment

0 Comments